ચુવા ગામમાં લોકોએ દોરડાથી વૃદ્ધનો હાથ બાંધી મારમાર્યાનો વીડિયો વાયરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-14 12:03:16
  • Views : 404
  • Modified Date : 2020-08-14 12:03:16

    વાવ તાલુકાના ચુવા ગામે એક વૃદ્ધને ગામના લોકોએ ભેગા મળી શર્ટ ફાડી તેના બે હાથ દોરડાથી બાંધી મારમાર્યો હતો તેમજ વિજપોલ સાથે બાંધી દીધાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે. આ બનાવને લઈ વૃદ્ધના પુત્રે વાવ પોલીસ મથકે ગામના 6 વ્યક્તિઓ વિરુદ્ધ લેખિત રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છેવાવ તાલુકાના ચુવા ગામે રામાભારથી ગૌસ્વામી નામના વૃદ્ધએ એક દિવસ અગાઉ પોતાની પુત્રવધુને મારમાર્યો હતો. જેને લઇ પુત્રવધુએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ ગામલોકોએ વૃદ્ધના ચુવા ગામમાં જાહેરમાં હાથ દોરડાથી બાંધી મારમારી ગામના રસ્તેથી લઈ જઈ વિજપોલ સાથે બાંધી દીધાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ ઘટનાને પગલે વૃદ્ધ રામાભારથીના પુત્ર પ્રકાશભારથીએ વાવ પોલીસ મથકે ગામના 6 લોકો વિરુદ્ધ લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે ‘ઘરના આંતરિક ઝગડાનો લાભ લઇ જૂની અદાવત રાખી મારા પિતાજીને રસ્તામાંથી પકડી દોરડાથી હાથ બાંધી રાખી મારમાર્યો હતો તેમજ ફોટા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી મારા પિતાજીની ઇમેજને નુકશાન પહોચાડ્યું છે. તેઓ હાલ દવાખાને સારવાર લઇ રહ્યા છે. આ લોકો વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી હતી..

Download Our B K News Today App



Related News