વિદેશ મંત્રીએ ચીનને કહ્યું મતભેદોને વિવાદનું સ્વરૂપ નહીં લેવા દઇએ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-12 17:13:32
  • Views : 471
  • Modified Date : 2019-08-12 17:13:32

વિદેશ મંત્રી એસ. જયશંકરનો પ્રવાસ એવા સમયે થયો, જ્યારે પાકિસ્તાન જમ્મૂ કાશ્મીર પર દુનિયાભરની મદદ માંગી રહ્યું છે. પાકિસ્તાને વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી પણ આ મુદ્દે ચીન પહોંચ્યા હતા. સંયુક્ત પ્રેસ વાર્તાને સંબોધિત કરતા એસ.જયશંકરે કહ્યું કે ભારત અને ચીન આવનારા સમયમાં 100 એવા પ્રયાસોને પ્રોત્સાહન આપશે, જેમા બંને દેશોના લોકોમાં એકબીજા પ્રત્યે ભાઇચારો જોવા મળી શકે.  આ દરમિયાન બંને દેશોએ 2020ના એક્શન પ્લાન પર સાઇન કર્યા. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે જ્યારે બંને દેશો વચ્ચે વુહાન બેઠક થઇ છે, ત્યારથી બંને દેશો વચ્ચે કોઇ મોટો વિવાદ નથી થયો. બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી પણ સતત વધી રહી છે. એવામાં ઘણા મતભેદો થવાની સંભાવના છે, પરંતુ તેને વિવાદનું સ્વરૂપ નહીં બનવા દેવાય. જ્યારે ચીનના વિદેશ મંત્રી વાંગ લીએ જમ્મૂ કાશ્મીર મુદ્દે નિવેદન આપતા કહ્યું કે ભારતે જે નિર્ણય લીધો છે, તેના પર હાલ જરૂરી છે કે વિસ્તારમાં શાંતિ બની રહે. સાથે જ એમણે એમ પણ કહ્યું કે અમારા વચ્ચે કેટલાક મતભેદ છે. પરંતુ અમે તેને સ્વીકાર કરીએ છીએ.  ચીની વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે, અમને તેની જાણકારી છે. અમે આ મુદ્દે પોતાનો પક્ષ બંને દેશો સામે મુક્યો છે. આ મુલાકાત દરમિયાન બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રા મુદ્દે પણ વાત થઇ. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે ચીનની તરફથી માનસરોવર યાત્રાને લઇને કેટલાક સૂચન આપવામાં આવ્યા છે. જેના પર વિચાર કરીશું.વિદેશમંત્રી એસ.જયશંકરને ચીન મામલાના એક્સપર્ટ માનવા આવે છે. વિદેશ મંત્રીનું પદ સંભાળ્યા બાદ એસ.જયશંકરની આ પહેલી યાત્રા છે. એસ.જયશંકર 1 જુન 2009થી 1 ડિસેમ્બર 2013 સુધી ચીનમાં ભારતીય રાજદૂતના રૂપે કામ કરી ચૂક્યા છે. 

Download Our B K News Today App



Related News