80ના થયા અસરાની:'અંગ્રેજો કે જમાને કે જેલર' ઘરથી ભાગીને મુંબઈ આવ્યા હતા, ઘણા દિવસો સુધી કામ માટે ભટક્યા પછી આવી રીતે નસીબ ચમક્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 14:26:52
  • Views : 531
  • Modified Date : 2021-01-01 14:26:52

     કોમેડિયન, એક્ટર અને ડિરેક્ટર અસરાનીનો આજે 80મો જન્મદિવસ છે. 1 જાન્યુઆરી 1941ના રોજ પંજાબના ગુરદાસપુરમાં જન્મેલા અસરાનીએ એક્ટિંગની એબીસીડી પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII)થી શીખી. તેનું આખું નામ ગોવર્ધન અસરાની છે. ચાલો જાણીએ તેમના લાઈફના અમુક ફેક્ટ્સ...એક ઇન્ટરવ્યૂ દરમ્યાન અસરાનીએ જણાવ્યું હતું કે, ફિલ્મો પ્રત્યે તેમનો લગાવ બાળપણથી જ હતો. તે ઘણીવાર સ્કૂલથી ભાગીને સિનેમા જોવા જતા હતા. આ વાત તેમના ઘરવાળાને ગમતી ન હતી અને તેમણે તેના સિનેમા જોવા પર પ્રતિબંધ લગાવી દીધો. તેના પિતા ઇચ્છતા હતા કે તે મોટા થઈને સરકારી નોકરી કરે. ઉંમર વધતા ફિલ્મો પ્રત્યે તેમનો લગાવ પેશનમાં બદલી ગયો અને એક દિવસ અસરાની ઘરમાં કોઈને કઈ કહ્યા વગર ગુરદાસપુરથી ભાગીને મુંબઈ આવી ગયા.


    પુણેથી ડિપ્લોમા કરીને મુંબઈ પરત ફરેલા અસરાનીને ફિલ્મોમાં નાના-મોટા રોલ મળ્યા, પણ તેમને પહેલીવાર ઓળખ ફિલ્મ 'સીમા'ના એક સોન્ગથી મળી. ગુરદાસપુરમાં જ્યારે તેના ઘરવાળાએ આ સોન્ગમાં તેમને જોયા તો સીધા મુંબઈ આવ્યા અને અસરાનીને પાછા લઇ ગયા. ગુરદાસપુરમાં થોડા દિવસ રહ્યા પછી કોઈ રીતે ઘરના લોકોને મનાવીને મુંબઈ આવી ગયા.મુંબઈમાં ઘણા દિવસ સુધી કામ શોધ્યા છતાં તેમને કોઈ રોલ ન મળ્યો, ત્યારબાદ તે પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ જતા રહ્યા અને FTIIમાં ટીચર બની ગયા. આ દરમ્યાન તે અનેક ફિલ્મમેકર્સના સંપર્કમાં આવ્યા. મોટો બ્રેક તેમને ઋષિકેશ મુખર્જીની વર્ષ 1969માં આવેલી ફિલ્મ 'સત્યકામ' દરમ્યાન મળ્યો અને તે લાઇમ લાઇટમાં આવ્યા 1971ની ફિલ્મ 'ગુડ્ડી'થી. ફિલ્મમાં તેમને કોમિક રોલ મળ્યો, જેને દર્શકોએ ન માત્ર પસંદ કર્યો પણ અસરાની પર કોમેડિયનનો થપ્પો પણ લાગી ગયો.અમિતાભની ઘણી ફિલ્મોમાં તેમણે હીરોની બરાબરીવાળા રોલ નિભાવ્યા, જેમ કે 'અભિમાન' (1973)માં ચંદર અને 'ચુપકે ચુપકે' (1975)માં પ્રશાંત કુમાર શ્રીવાસ્તવનો. 'છોટી સી બાત' (1975)માં તેમણે પ્લે કરેલો નાગેશ શાસ્ત્રીનો રોલ પણ કોઈ હીરોથી ઓછો ન હતો. 'શોલે' (1975)માં એક ડાયલોગ બોલીને અસરાની દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ થયા. 'અંગ્રેજો કે જમાને કે જેલર' વાળો આ ડાયલોગ હવે અસરાનીની ઓળખ બની ગયો છે.ડિરેક્ટર ઋષિકેશ મુખર્જી અને ગુલઝારનું અસરાનીના જીવનમાં મહત્ત્વનું યોગદાન રહ્યું. આ બે ફિલ્મમેકર્સની ઘણી ફિલ્મોમાં અસરાની વિવિધ રોલમાં દેખાયા. 'પિયા કા ઘર', 'મેરે અપને', 'શોર', 'સીતા ઔર ગીતા', 'પરિચય', 'બાવર્ચી', 'નમક હરામ', 'અચાનક', 'અનહોની' જેવી ફિલ્મો મારફતે અસરાની દર્શકોમાં લોકપ્રિય બની ગયા. આ ફિલ્મોમાં આમ તો તે ચરિત્ર કલાકાર હતા, પણ હ્યુમર વધુ હોવાથી દર્શકોએ તેમને કોમેડિયન સમજ્યા. 1972માં આવેલી ફિલ્મ 'કોશિશ' અને 'ચૈતાલી'માં અસરાની નેગેટિવ રોલમાં પણ હતા.



Download Our B K News Today App



Related News