વેપારીઓની પહેલથી 50% બજાર બંધ,લોકોનો આવકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-04 12:21:23
  • Views : 901
  • Modified Date : 2020-07-04 12:21:23

 બનાસકાંઠામાં માત્ર 5 દિવસના ટૂંકા ગાળામાં 60 પોઝિટિવ કેસો આવી જતા જિલ્લામાં ચિંતાના વાદળો ઘેરાયા છે. આ 60 પૈકી શુક્રવારે 8 કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાં ડીસામાં 4, પાલનપુરમાં 2 ભાભરમાં 1 અને દાંતામાં 1 કેસ નોંધાતા જિલ્લાનો કુલ આંક 252 એ પહુચી ગયો છે. દાંતા તાલુકાના ભેમાળમાં અગાઉ એક શિક્ષક પોઝિટિવ આવ્યો હતો  જ્યારે  નવા પોઝિટિવ આવનાર દર્દીઓમાં ભેમાળ ગામના એક વાલી પોઝિટિવ આવ્યા છે. ગામલોકોના જણાવ્યા મુજબ દ્વારા ચોપડા વિતરણનો કાર્યક્રમ થયું હતું જેના લીધે સંક્રમણ ફેલાયો હોવાનું બન્યું હોઈ શકે. પાલનપુરમાં બીજા દિવસે પણ બપોર બાદ સમગ્ર કરિયાણા એસોસિએશનના હોલસેલ અને રીટેલના વેપારીઓ જેઓ સંગઠનમાં જોડાયેલા છે તે તમામ બંધ રહ્યા હતા એ સિવાયના ફુટવેર, રેડીમેડ, સલૂન, બીડી માચીસ એસોસિએશન બંધ રાખતા શહેરમાં અવરજવર ઓછી જોવા મળી હતી. આ અગાઉ ચાર દિવસ પૂર્વે સોની બજાર અને હીરા બજાર દ્વારા પણ બપોર બાદ તમામ એકમો બંધ રાખવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાંગલે વેપારીઓની આ પહેલને આવકારી દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે " આ તંત્ર દ્વારા નહીં પરંતુ વેપારીઓ દ્વારા નિર્ણય લેવાયો છે ભીડ ઓછી થાય એવું વેપારીઓનું આયોજન છે જે લોકો ને જરૂરિયાતની ચીજ વસ્તુ ખરીદવી છે તેઓ સમયસર આવીને ખરીદી જાય છે. વેપારીઓનો નિર્ણય  વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય છે"

કોરોના પોઝિટિવ 8 દર્દીઓ
મણિલાલ હાલાજીઠાકોર (ઉ. 62)    ગઠામણ ગેટ, પાલનપુર
શકિરભાઈ સબુરભાઈ કુરેશી, (ઉ.55)    કમાલપુરા, પાલનપુર
અનિલકુમાર ભીખમભગત પટેલ,(ઉ.35)    માલગઢ ડીસા
સંકેતકુમાર હસમુખભાઈ મોદી(ઉ.28)    પિંકસીટી, ડીસા
પ્રિયંકાબેન સંકેતકુમાર મોદી,(ઉ.28)    પિંકસીટી, ડીસા
રાજેશભાઇ જયરામભાઈ સુથાર,(ઉ.23)    રામપુરા (દામા) ડીસા
શૈલેષભાઇ પ્રાણલાલ માધુ,(ઉ.51)    રામાપીર મંદિર, ભાભર
નૂરમોહમદ નવરાભાઈ લીંબડીયા (ઉ.56)    ભેમાળ, દાંતા

જિલ્લામાં 9398 સેમ્પલ પૈકી 403 પેન્ડિંગ
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં રોજેરોજ 200થી 300 સેમ્પલ લેવાઈ રહ્યા છે. જેમાં કેટલાક સેમ્પલ રેન્ડમલી લેવાય છે જ્યારે કેટલાક શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ ના લેવાય છે. હાલમાં લોકલ સંક્રમણ વધ્યું હોવાથી છેલ્લા પાંચ દિવસમાં જ 60 જેટલા કેસો બનાસકાંઠામાં આવી ગયા છે. 

કોરોનાના કેસ વધતા અમે બપોર બાદ દુકાન બંધનો નિર્ણય લીધો છે 
કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તેને લઈ અમારા એસોસિએશન દ્વારા 30 જૂનથી બપોર બાદ વેપાર ધંધા બંધ રાખવા નિર્ણય લેવાયો છે. જોકે અમારા તમામ વેપારીઓ પણ નિર્ણયને માન્ય રાખી બપોર બાદ પોતાના દુકાનો બંધ રાખી સમર્થન આપી રહ્યા છે.   કરિયાણા એસોસીએશન દ્વારા બપોરે 2 વાગ્યા બાદ પોતાના વેપાર રોજગાર બંધ રાખવા નિર્ણય લેવાયો છે.અને 2 વાગ્યા પહેલાં પણ અમે માસ્ક પહેરીને આવતા લોકોને જ ચીજવસ્તુઓ આપી શહેરમાં કારોના સંક્રમણ ન ફેલાય તે માટે પ્રયાસો કરી રહ્યા છીએ.સાથે સાથે અન્ય એસોસિએશન દ્વારા સંક્ર્મણ ઘટાડવા નિર્ણયો લઈ પાલન કરાય તેવા પ્રયાસો કરી રહ્યા છીએ.-

Download Our B K News Today App



Related News