થરાદના વેપારીનું અપહરણ કરી 1.85 લાખની લૂંટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-16 11:08:25
  • Views : 733
  • Modified Date : 2020-07-16 11:08:25

થરાદમા આવેલી શિવધરા સોસાયટી નજીકથી શનિવારે સોની વેપારીનું કારમાં આવેલા શખ્સો અપહરણ કરી અજાણ્યા ખેતરમાં લઇ જઇ વેપારી પાસે રૂ.1 કરોડની ખંડણી માંગતા વેપારીએ પૈસા ન હોવાનું કહ્યું તો શખ્સોએ વેપારીએ પહેરેલા રૂ.1.85 લાખની સોનાની ચેઇનો લૂંટી બે દિવસમાં રૂ.1 કરોડ આપવાની શરતે મુકત કરી દીધા હતા. જો કે ઘટનાના બે દિવસ બાદ ફરી વેપારીને ફોન કરી રૂ.1 કરોડની ખંડણી માંગતા વેપારીએ અપહરણ કરી ખંડણી માંગનારા અજાણ્યા 6 શખ્સો સામે ફરિયાદ નોધાવી હતી.

Download Our B K News Today App



Related News