પાલનપુરના વેપારીની મોઢેં ડૂચો મારી ઝાડ સાથે બાંધી સળગાવી ક્રૂર હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-16 11:01:33
  • Views : 830
  • Modified Date : 2020-07-16 11:01:33

પાલનપુરના કિર્તીસ્થંભ વિસ્તારના વેપારી સવારે દુકાનેથી પાંથાવાડા ઉઘરાણીએ જવાનું કહી નિકળ્યા બાદ મોડી સાંજ સુધી પરત ઘરે ન ફરતા આકેસણ ગામ નજીક આવેલા ખરાબાની જગ્યામાંથી વેપારીને ઝાડ સાથે તારથી બાંધી સળગાવી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યાનો ભોગ બનેલા વેપારીનું પાકીટ, મોબાઇલ તેમજ બાઇક કબજે કરી મૃતદેહનું પોસ્ટમાર્ટમ કરાવી લાશ પરીવારને સોંપી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.પાલનપુરના નવલપાર્ક સોસાયટીમાં રહેતા અને કિર્તીસ્થંભ વિસ્તારમાં ચિલ્ડ્રનવેરની દુકાન ધરાવતા વેપારી દલપતભાઇ પ્રજાપતિ મંગળવારે સવારે દુકાન આવ્યા બાદ પાંથાવાડા પૈસા લેવા જતા હોવાનું કહી નિકળ્યા હતા. આ દરમિયાન આકેસણથી વેડંચા માર્ગ પર રોજડી નામથી ઓળખાતી ખરાબાની જગ્યામાં દલપતભાઇને તાર વડે ઝાડ સાથે બાંધી મોંઢે ડૂચો ભરાવી સળગાવી દીધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી હતી.ઘટનાની જાણ પોલીસને થતા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહ નજીક પડેલું પાકીટ, મોબાઇલ જપ્ત કર્યું હતું. જો કે પોલીસ મૃતકના પરિવારની શોધખોળ કરે તે પહેલા જ મૃતકના ફોન પર તેમના દીકરાનો ફોન આવી જતા ઘટનાની જાણ પરીવારને કરી મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. મૃતક દલપતભાઇના દીકરા સંદિલકુમારે તાલુકા પોલીસ મથકે પહોંચી પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ પીએસઆઇ એમ.કે.ઝાલાએ હાથ ધરી છે.વેપારીની લાશ ઝાડ સાથે બાંધેલી હતી. જો કે મૃતકનું મોટર સાઇકલ રોડ પરથી મળી આવતા વેપારીને કોઇએ ફોન કરી બોલાવ્યા હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતુંં. પાંથાવાડા જવાના સ્થાને તે અહીં કેમ આવ્યા તેને લઈ તર્કવિર્તક વહેતા થયા છે.જે જગ્યા ઉપર દલપતભાઈ ની લાશ મળી હતી તેની બાજુમાંથી જ મોબાઇલ અને પર્સ સહી સલામત મળી આવ્યું હતું. પોલીસ સહિત સૌ કોઈ એ વાતથી ચોંકી ઉઠ્યા હતા કે હત્યાની ઘટનાને અંજામ આપનાર મોબાઇલ અને પર્સ મૂકીને કેમ ગયા? દલપતભાઈ 10 થી 10:30 વચ્ચે પાલનપુર શહેરમાં થી હાઇવે તરફ જતા તેમના માથા પર ટોપી ચશ્મા અને બાઈક પર થેલી લટકાવેલી હતી જે ત્રણેય વસ્તુ ઘટના સ્થળેથી મળી ન હતી.ગુના વાળી જગ્યા ઉપરથી મોબાઈલ પર્સ અને બાઈક સલામત રીતે મળ્યા છે.કોલ ડિટેઈલ રેકોર્ડ ચેક કરાવીએ છીએ છેલ્લે એમને કોણે બોલાવ્યા ? સહિતના પ્રશ્નોના જવાબ મેળવીશું.  કેટલાક સીસીટીવી ફૂટેજ પણ દિવસભર ચેક કરવામાં આવ્યા છે જે કોઈ કડી હાથ લાગશે તેના આધારે તપાસ કરવામાં આવશે. મહાવીરસિંહ ઝાલા, પીએસઆઈ તાલુકા પોલીસ સ્ટેશનએફએસએલની ટીમને જાણ કરતા ટીમે ઘટના સ્થળેથી ડીફરન્ટાઇપ માટી સહીત મળી આવેલા તમામ પુરાવા કબજે કરી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News