વડોદરામાં અકસ્માત બાદ મહિલાની લાશ પરથી આખી રાત વાહનો પસાર થતા રહ્યા, કુરચેકુરચા થયેલા મૃતદેહને પાવડાથી ભેગો કરવો પડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-15 15:48:12
  • Views : 373
  • Modified Date : 2020-09-15 15:48:12

       વડોદરા પાસે નેશનલ હાઇવે નં-48 ઉપર અજાણ્યા વાહને અડફેટે આવી જતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ રાત્રે અનેક વાહનો લાશ ઉપરથી ફરી વળતા મહિલાની લાશના કુરચેકુરચા થઇ ગયા હતા. હરણી પોલીસે આ અંગે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ સાપરાધ હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છેનેશનલ હાઇવે નં-48 ગોલ્ડન ચોકડી પાસે અમદાવાદ તરફ જતા રોડ ઉપર સોમવારે મોડીરાત્રે અંદાજીત 40 વર્ષીય મહિલાને કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા તેમનું રોડ ઉપર પડી જતા ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. મોડીરાત હોવાથી રોડ ઉપર પડેલી લાશ ઉપરથી કેટલાય વાહનો ફરી જતા લાશનો કુરચેકુરચા થઇ ગયા હતા. આ ઘટનાની જાણ હરણી પોલીસને થતાં ઇસ્માઇલભાઇ મુસાભાઇ સ્થળ પર દોડી ગયા હતા અને લાશને પાવડાની મદદથી એકત્રિત કરીને મૃતદેહને સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતોઘટના સ્થળેથી મળી આવેલા રાજપીપળાના વીજ બીલના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે, પોલીસને જાણવા મળ્યું હતું કે, મૃતક અગાઉ ભાડાના મકાનમાં રહેતા હતા, પરંતુ, હજી સુધી મહિલાની ઓળખ થઇ શકી નથી. હરણી પોલીસે આ અંગે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ સાપરાધ હત્યાના કાગળો તૈયાર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...

Download Our B K News Today App



Related News