સુરતમાં વીર નર્મદ યુનિ. ખાતે વિદ્યાર્થીઓનો કોલેજ અને યુનિવર્સિટીની ફી ઉઘરાણીને લઈ વિરોધ, કુલપતિ ન હોવાથી રજિસ્ટ્રારની ઓફિસમાં પ્રદર્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-23 16:20:24
  • Views : 348
  • Modified Date : 2020-10-23 16:20:24

              વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ અને યુનિવર્સિટીની ફી ઉઘરાણીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. ABVP દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ અધર એક્ટિવિટીની ફી ન લેવા માંગ કરવામાં આવી હતી. જોકે, કુલપતિ ન હોવાના કારણે રજિસ્ટ્રારની ઓફિસમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ પ્રકારની ફી લેવાતા ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધમાં જોડાયા હતા.કોલેજ અને યુનિવર્સિટી દ્વારા માત્ર ટ્યુશન ફી જ લેવા, અધર એક્ટિવિટીની ફી ન લેવા માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પાસેથી લાઈબ્રેરી, કેમ્પસ ડેવલોપમેન્ટ, યુનિયન, સ્પોર્ટ્સ, એડમિનિસ્ટ્રેશન જેવી જુદી જુદી ફી લેવામાં આવી રહી છેયુનિવર્સિટી ડિપાર્ટમેન્ટમાં ચાલતા બધા સેલ્ફ ફાઇનાન્સ પ્રોગ્રામમાં 25 થી 30 ટકાની રાહત આપવામાં આવે. એ.ટી.કે.ટી. ની પરીક્ષાના ફોર્મ માટે જે લેટ ફીના 2000 રૂપિયા વસૂલવામાં આવે છે તેને નાબૂદ કરવામાં આવે. આ મામલે ગત 13 ઓક્ટોબરના રોજ વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 10 દિવસનો સમય આપવામાં આવ્યો હોવા છતા કોઈ નિરાકરણ ન આવતા ફરી ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે..

Download Our B K News Today App



Related News