પાલનપુર તાલુકાની લુણવા પ્રા. શાળામાં વયનિવૃત્તિ કાર્યકમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 13:49:16
  • Views : 402
  • Modified Date : 2020-03-17 13:49:16

પાલનપુર તાલુકાની લુણવા પ્રા. શાળામાં વયનિવૃત્તિ કાર્યકમ યોજાયો

પાલનપુર તાલુકાની લુણવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મધુબેન પી.પટેલની સમયસીમા પુરી થતા  તરફથી વયનિવૃત્તિ તેમજ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શિક્ષક મધુબેને તેમની ફરજ દરમિયાન પુરી નિષ્ઠાપૂર્વક તેમજ ઈમાનદારીથી પોતાની સેવા આપી. બાળકોને સારૂ અને પૂરતું શિક્ષણ મળે, દરેક બાળક આગળ વધે અને પોતાની શાળાનું નામ રોશન કરે એ માટે હંમેશા કામ કર્યુ હતુ. પોતાની ફરજમાં કોઈ પણ ઉણપ ના રહે એ માટે હંમેશા કામ કરી મધુબેને પોતાની શાળા,  ગ્રામજનો અને સ્ટાફમાં પણ લોકપ્રિયતા મેળવી હતી. આ આયોજનમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કલાબેન પટેલ, અતિથિ વિશેષ તરીકે બીટ કેળવણી નિરીક્ષક હંસાબેન પટેલ, બી.આર.સી.કો.ઓ. આનંદભાઈ મોદી,   પે.કે.આચાર્ય ભરતભાઇ જોશી, સી.આર.સી.કો.ઓ. મહમદભાઈ પોલરા, લુણવા સરપંચ રમેશભાઇ કરેણ હાજર રહ્યા હતા. આ વયનિવૃત્તિ કાર્યક્રમ દરમિયાન લુણવા પ્રાથમિક શાળા પરિવાર, ગ્રામજનો તેમજ પગાર કેન્દ્રમાં સમાવિષ્ટ તમામ શિક્ષકો દ્વારા શાલ, શ્રીફળ, મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. પોતાનું નિવૃત જીવન સુખમય, શાંતિપૂર્ણ અને આરોગ્ય સુખાકારી નીવડે એવી શુભકામનાઓ પાઠવી હતી.આ  પ્રસંગે મધુબેને તેમનું સન્માન કરવામાં આવ્યું એ બદલ તમામ ગ્રામજનોનો શાળાના સ્ટાફ મિત્રોનો  આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ કહ્યુ હતુ કે મારી ફરજ દરમિયાન મને બહુ પ્રેમ  મળ્યો છે. સાથે બાળકોનું પણ અભિવાદન કર્યુ હતુ. કાર્યકમનું સફળ સંચાલન લુણવા પ્રાથમિક શાળાના  આચાર્ય જગદીશભાઈ પરમારે કરેલ. તેમજ  કાર્યકમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ  જહેમત ઉઠાવી હતી.


Download Our B K News Today App



Related News