કમોસમી વરસાદથી ઝીંઝુવાડાના રણમાં ફસાયેલા1100 દર્શાનાર્થીઓનું રેસ્ક્યૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-30 18:31:52
  • Views : 623
  • Modified Date : 2019-10-30 18:31:52

ઝીંઝુવાડામાં રણમાં વત્સરાજ (વાછડા) દાદાના દર્શનાર્થે ગયેલા દર્શનાર્થીઓઓ ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદના કારણે રણમાં ફસાયા હતા. રણમાં 1100 જેટલા લોકો ફસાતા ગામના સ્થાનિકોની મદદ મેળવી અને રેસ્ક્યૂ કરી બહાર લાવવામાં આવ્યા હતા.રાતભર રેસ્ક્યૂ કરાયું ગામના 15 ટ્રેક્ટરોની મદદ લઇ અને કામગીરી કરવામાં આવી હતી. કલેક્ટર અને તંત્ર દ્વારા આખી રાત મહેનત કરી અને લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ટ્રેક્ટરોની મદદથી રણમાં ફસાયેલા 229 વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતા. બપોરે દોઢ વાગ્યા સુધી રેસ્ક્યૂ કામગીરી ચાલી હતી. વિજપોલ ધરાશાયી થતાં અંધારપટ વિસ્તારમાં છવાઈ ગયો હતો. જેને તાત્કાલિક શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રણમાં કોઈ વાહન ન રહેતા અંદર જવાના પ્રવેશ દ્વારને બંધ કરવામાં આવ્યો હતો અને ત્યાં પોલીસને મુકવામાં આવી છે.વાહનોમાં બહાર લવાયાવાછડાદાદા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સ્થાનિકો અને તેમના ટ્રેક્ટરો, બાઈક, રીક્ષા, ઇકો જેવા વાહનોની મદદ લેવામાં આવી હતી. કલેક્ટર અને રાજેશ્વરી માતાજી મંદિર દ્વારા ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. ફસાયેલાઓને રાજેશ્વરી માતાજી મંદિરમાં રાતવાસો કરાવવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News