વાવના સપ્રેડા કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને મોટાપાયે નુકશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-03 16:11:25
  • Views : 595
  • Modified Date : 2019-12-03 16:16:26

 બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોની કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ત્યારે વારંવાર કેનાલમાં ગાબડા પડવાના કારણે ખેડૂતોને લાખ્ખો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે.તેમ છતાં પણ સરકાર દ્વારા હજુસુધી કોઈ જ કાર્યવાહી ન કરતાં ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ભારત-પાકિસ્તાનની બોર્ડર પર આવેલ  બનાસકાંઠા જિલ્લો  શરૂઆતથી જ  પાણીની સમસ્યાનો સામનો કરતું આવ્યું છે. જેના કારણે  અહીં સરહદી વિસ્તારમાં આવેલા ગામોને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવા માટે છેવાડાના ગામો સુધી સરકાર દ્વારા કેનાલનું નેટવર્ક પાથરી દીધું છે. પરંતુ આ કેનાલો બનાવવામાં શરૂઆતથી જ ભ્રષ્ટાચાર થયો હોઇ નહેરોમાં પાણી છોડવાની સાથે જ વારંવાર કેનાલો તૂટી જવી અને મોટા ગાબડા પડવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે.જેથી ગાબડા પડતાની સાથે જ આજુબાજુના ખેતરોમાં કેનાલોનું પાણી ફરી વળવાથી કેનાલના પાણીથી ખેતી કરતા ખેડૂતોની કૃષિ ઉપજ કરતા વધુ નુકસાન થઈ રહ્યું છે. જેમાં અવારનવાર પડતા ગાબડાં તંત્રના ધ્યાને હોવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી. જેથી ખેડૂતોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે.જેમાં બનાસકાંઠામાં ખાસ કરીને ભાભર,વાવ,સુઇગામ અને થરાદ કેનાલનું નેટવર્ક છે અને અંતરિયાળ વિસ્તારોમાં સિંચાઈ માટે જે કેનાલ બનાવવામાં આવી છે તેમાં શરૂઆતથી ભ્રષ્ટાચાર થયો હોવાનું ખેડૂતો દ્વારા બુમરાડ કરવામાં આવી હતી તેમછતાં પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે ખેડૂતોની કોઈ જ વાત ધ્યાને લેવામાં ન આવી તો બીજીતરફ સરકારે પણ ખેડૂતો પ્રત્યે ઉદાસીન વલણ રાખતા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી કેનાલો હવે ખેડૂતો માટે આશીર્વાદના બદલે અભિશાપરૂપ સાબિત થઇ રહી છે. કેનાલો જ્યારથી બની ત્યારથી અત્યારસુધી લગભગ ૪૧૨ કેનાલમાં ગાબડા પડયા છે. જે મામલે સ્થાનિક ખેડૂતો અને ધારાસભ્યોએ જિલ્લા કલેકટર થી લઈ મુખ્યમંત્રી સુધી અનેકવાર રજૂઆતો કરી છે 

Download Our B K News Today App



Related News