રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામ પહેલા વસુંધરા રાજેએ ભગવાનના ચરણોમાં શીશ નમાવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-02 17:45:55
  • Views : 94
  • Modified Date : 2023-12-02 17:45:55

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવામાં હવે ગણતરીના થોડાક જ કલાકો જ બાકી રહ્યાં છે. મતગણતરી પૂર્વે રાજ્સ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા સંપૂર્ણ રીતે સક્રિય છે. મતદાન બાદથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ જયપુરમાં કેમ્પ કરી રહ્યા છે. તેઓ સતત પાર્ટીના અનેક નેતાઓને મળી રહી છે અને તેમની નજીકના અપક્ષ અને બળવાખોર ઉમેદવારો સાથે પણ મીટિંગ ચાલુ રાખી રહી છે. મતગણતરી પહેલા તે ઋષિ-મુનિઓના આશીર્વાદ પણ લઈ રહી છે. આજે તે બાલાજીના દર્શન માટે મહેંદીપુર પહોંચી હતી.રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલ રવિવારે 3 ડિસેમ્બરે જાહેર થવા જઈ રહ્યા છે. મત ગણતરી પહેલા પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની ગતિવિધિઓને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. શુક્રવારે વસુંધરા રાજે, રાજ્યપાલ કલરાજ મિશ્રાને મળી હતી. આ મુલાકાત દરમિયાન બન્ને વચ્ચે વિવિધ પાસાઓ પર ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. આ બેઠકને લઈને રાજકીય અટકળો પણ ચાલી રહી છે, પરંતુ પૂર્વ મુખ્યમંત્રીવસુંધરા રાજેએ આ અટકળો પર કોઈ ટિપ્પણી કરી નથી.

Download Our B K News Today App



Related News