S G હાઈવે પરના કોલસેન્ટરના રૂ.65 લાખના તોડ મામલે વસ્ત્રાપુર PSI જાડેજા અને સર્વેલન્સ સ્ક્વોડના પોલીસકર્મીઓને ક્રાઈમ બ્રાન્ચમાં બેસાડી પૂછપરછ કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-19 14:49:46
  • Views : 406
  • Modified Date : 2020-10-19 14:49:46

        એસજી હાઇવે પરથી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પાંચ પોલીસકર્મીઓ કોલસેન્ટરના પ્રોસેસરને પકડી લાવી હતી. જેમાં કોલસેન્ટર ચલાવતા માલિક સુધી પોલીસે પહોંચી પહેલા 10 લાખ પછી 20 અને છેલ્લે 30 લાખના વહીવટ કરી નાંખ્યો હતો. મોડી રાત સુધીમાં 30 લાખ રૂપિયાનો વહીવટ કરી દેવાયો હતો. પાછળથી વધુ 35 લાખનો તોડ કરવામાં આવ્યો હતો. રૂ. 65 લાખના તોડની ઘટના પોલીસકર્મીઓમાં ચર્ચાનો વિષય બની ગઈ હતીઅમદાવાદ શહેરના એસજી હાઇવે પરથી વસ્ત્રાપુર પોલીસે કોલસેન્ટરના માલિક પાસેથી રૂ. 65 લાખનો તોડ કર્યો હોવાની ઘટના મામલે રાજ્ય પોલીસવડાના તપાસના આદેશ આપ્યા છે. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.પી ચુડાસમાને સોંપી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તોડકાંડની તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પોલીસકર્મીઓને ક્રાઈમ બ્રાન્ચમાં DySP ડી.પી. ચુડાસમા દ્વારા બોલાવવામાં આવ્યા હતા. સવારથી મોડી રાત સુધી બેસાડી પૂછપરછ કરવામા આવી હતી. ઉપરાંત તેમના નિવેદનો લેવાની પ્રક્રિયા પણ શરૂ કરાઇ છે. આજે સવારથી PSI એમ.બી. જાડેજા અને અન્ય પોલીસકર્મીઓને બોલાવી નિવેદન લેવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં PI વાય.બી. જાડેજાને પણ બોલાવી પૂછપરછ થાય તેવી શકયતા છે. સમગ્ર તોડકાંડમાં નિષ્પક્ષ તપાસ કરાય તેને લઈ લોકોમાં આશા છે.20 લાખ સુધીની ઓફર થઈ હતી. પરંતુ પોલીસ અધિકારી અને વહીવટદારે યશ લેવા વધુ પૈસા માંગ્યા હતા અને છેવટે 30 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. પોલીસે કોલસેન્ટરના માલિક અને કોલસેન્ટરની પ્રોસેસરનો કેસ નહીં બતાવવા માટે 30 લાખમાં સોદો નક્કી કરી મોડી રાતે જ વહીવટ કરી નાખ્યો હતો. જો કે પોલીસે પોતાની સેફ સાઈડ માટે એક સામાન્ય કેસ કરવાનું પણ નક્કી કરવાનું ડિલમાં કહ્યું હતું અને મોડી રાતે આખો કેસ 30 લાખના પૂરો કરી દેવાયો હતો. જો કે બીજા દિવસે મોટા તોડમાં ફરી 35 લાખ માંગવામાં આવતા બીજા રૂપિયા પણ પહોંચાડવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News