બનાસકાંઠાના લાખણી તાલુકાના વાસણ (કુડા) ગામમાં પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-16 18:31:36
  • Views : 498
  • Modified Date : 2019-11-16 18:31:36

ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા રાજ્યમાં ઠેરઠેર સેવાસેતુ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે લાખણી તાલુકામાં પાંચમા તબક્કાનો  સેવાસેતુ કાર્યક્રમ વાસણ(કુડા) ખાતે યોજાયો હતો. જે કાર્યક્રમમાં લાખણી મામલતદાર ડી સી પરમાર, તાલુકા વિકાસ અધિકારી .પી .ડી .સેનમા તેમજ સરકારી અધિકારીઓ અને ગામલોકો હાજર રહ્યા હતા.આ સેવા સેતુ કાર્યક્રમા કુડા, ધુણસોલ, મોરાંલ, જસરા,વાસણ (કુડા) અને કોટડા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આમ આ કાર્યક્રમની સૌપ્રથમ શરૂઆત દીપપ્રાગટ્ય તેમજ સ્કૂલની બાળાઓ દ્વારા સ્વાગતગીતથી કરવામાં આવી હતી. આ સેવાસેતુ કાર્યક્રમ સવારે ૯ કલાકે શરૂ કરીને સાંજના પ વાગ્યા સુધી સ્થળ ઉપર જ સરકારના વિવિધ વિભાગોની જુદીજુદી યોજનાઓ પૈકી એક જ દિવસે પૂરી પાડી શકાય તેવા ઉમદા આશય દ્વારા યોજનાઓનો લાભ પ્રજાજનોને મળી શકે તેમજ સ્થળ ઉપર હકારાત્મક અરજીઓનો નિકાલ કરી શકાય તેવા ઉમદા હેતુથી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ

Download Our B K News Today App



Related News