વાવના વાસરડા ગામે મહિલાને મારમારી મારી નાખવાની ધમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-02 12:14:25
  • Views : 568
  • Modified Date : 2020-07-02 12:14:25

વાસરડા ગામે 7 લોકો હાથમાં હથિયારો લઇ ખેતરમાં રહેતા નાજુબેન કરશનભાઇ ઠાકોરના ઘરે પહોંચ્યા હતા. અને અપશબ્દો બોલી "તારો દીકરો રણજીત ક્યાં છે’ તેવું કહી માર માર્યો હતો. તેમજ ઘરમાં પડેલી ઘરવખરીની તોડફોડ કરી નુકસાન કરી મારી નાખવાની ધમકી આપી જતા રહેતાં 1 માસ બાદ નાજુબેનએ માર મારવા આવેલા ઘરમસીહભાઇ ભૂરાભાઈ ઠાકોર, મણીબેન ઘરમસીહભાઇ ઠાકોર,  ભીખાભાઇ સ્વરૂપાભાઇ ઠાકોર, લીલાભાઇ સ્વરૂપાભાઇ ઠાકોર,  નરેશભાઇ નેમાભાઇ ઠાકોર,  ચાંદાભાઇ ઘરમસીહભાઇ ઠાકોર અને ગંગારામભાઇ ચતરાભાઇ ઠાકોર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News