વાવમાં શિક્ષણ શાખામાં વરસાદી પાણી ટપકતાં રેકર્ડને નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-23 12:36:58
  • Views : 490
  • Modified Date : 2020-07-23 12:36:58

 વાવ તાલુકા પંચાયતમાં આવેલ શિક્ષણ શાખામાં સામાન્ય વરસાદમાં પણ છત પરથી વરસાદી પાણી ટપકે છે. જેને લઈ રેકર્ડ તેમજ વીજ ઉપકરણોને નુકશાન થયું હતું. વાવમાં બે દિવસ પહેલા પોણો ઇંચ વરસાદ પડતાં વાવ તાલુકા પંચાયત કચેરીમાં આવેલ શિક્ષણ શાખામાં છત પરથી વરસાદી પાણી ટપકતા જૂનું રેકર્ડ તેમજ ટ્યુબ અને બેટરી બળી ગયા હતા. તેમજ ઓફિસમાં ભેજ બેસી જતા કરંટ આવતો હતો. જેને લઇ કર્મચારીઓને ભારે અગવડતા ભોગવવાનો વારો આવ્યો છે. 

Download Our B K News Today App



Related News