મેઘરાજાની મહેર થતાં જગતાત ખુશ, રોપણીનાં શ્રીગણેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-10 11:50:04
  • Views : 437
  • Modified Date : 2019-08-10 11:50:04

વરસાદી વાતાવરણ હાલમાં સારુ રહેતા ખેડુતોમાં ખુશી છવાઈ રહી છે. ચાલુ વર્ષે વરસાદની સીઝન મોડી રહેવાને કારણે ડાંગરનાં પાકનું તરુ તૈયાર થઈ ગયું હોવા છતાં પણ વરસાદ ન આવતા ખેડુતોને પાક ન થવાની ચિંતા વધી હતી. પરંતુ બે દિવસ વરસાદ સારો રહેતા ઓલપાડ વિસ્તારના ગામોની સીમમાં ડાંગરના પાક માટે પાણી ભરાઈ ચુક્યું હોવાથી ખેડુતોમાં ખુશીની લાગણી છવાઈ હતી. ખાસ કરીને ડાંગરના પાકને પુરતુ પાણીની જરૂરીયાત હોવાથી ખેતરોમાં ભરાયેલા પાણીથી ચાલુ વર્ષે પાકનું ઉત્પાદન વધશે એવી આશાએ ખેડુતોએ ડાંગરના પાકની વાવણી શરૂ કરી દીધી હતી.

Download Our B K News Today App



Related News