વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના આ બે સ્થળોએ આભ ફાટ્યું, 6 કલાકમાં 6 ઇંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-28 15:05:43
  • Views : 1504
  • Modified Date : 2019-08-28 15:05:43

ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ખેડૂતોને વાવણી માટે ખૂબ ફાયદાકારક બની રહેશે. હવે ચોમાસાની પૂર્ણાહુતિ થવાના આરે છે ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતને 4 દિવસ સારો વરસાદ મળશે અને 5 દિવસ બાદ પણ વધુ એક સિસ્ટમ બને તેવી શક્યતા છે.બંગાળની ખાડીના વાયા ઓરિસ્સા અને ઝારખંડ ગુજરાત તરફ ફંટાયેલા લો પ્રેશરને પગલે આજે દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાયો હતો, અને ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો હતો. આજે સુરતના ઉમરપાડામાં 52 મી.મી. લેખે બે ઈંચ વરસાદ નોંધાયો હતો, જયારે નવસારી અને જલાલપોરમાં અડધો ઈંચ લેખે 12 મી.મી. વરસાદ પડયો હતો.અમદાવાદ, ગાંધીનગર આનંદ ખેડા, દાહોદ અને વડોદરા સહિત અન્ય શહેરોમાં ભારે વરસાદ પડ્યો છે. તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28મીએ બંગાળની ખાડીમાં આખા ગુજરાતમાં એક લો પ્રેશર સર્જાશે. અત્યાર સુધી રાજ્યમાં 90 ટકા વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સવારે 6થી 10 સુધીમાં છોટાઉદેપુરના ક્વાંટ અને પાવીજેતપુરમાં 6 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતના 51 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 113 તાલુકાઓમાં 20 ઇંચથી 40 ઇંચ, 81 તાલુકાઓમાં 10થી 20 ઇંચ અને 6 તાલુકાઓમાં 5થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.રાજ્યમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે સરેરાશ 90.92 ટકા સારો વરસાદ નોંધાયો છે. જૂન મહીનામાં 4 ઇંચ, જુલાઈ મહીનામાં 9 ઇંચ અને સૌથી વધુ ઓગસ્ટ મહીનામાં 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આવી રીતે સિઝનનો કુલ 30 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટીને પાર કરી દીધી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળસપાટી ચિંતાજનક રીતે વધી રહી છે. હાલ ભારે વરસાદના કારણે નર્મદાની સપાટી 24 ફૂટને પાર પહોંચી છે. ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 24.50 ફૂટ છે. ઉપરવાસમાંથી નર્મદામાં પાણી છોડાતા સપાટી વધી રહી છે. નદીકાંઠાના 20 ગામમાં એલર્ટ જાહેર કરાયું છે.

Download Our B K News Today App



Related News