ઈકબાલગઢમાં કમોસમી વરસાદના લીધે કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-24 17:07:17
  • Views : 442
  • Modified Date : 2020-01-24 17:07:17


અમીરગઢ તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર ધરાવે છે અને ખેડૂત પુત્રો મોટા ભાગે ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ છેલ્લાં બે વર્ષથી વરસાદની અનિયમિતાએ ખેડૂતોની કમ્મર ભાંગી નાખી છે. ૨૦૧૭-૧૮ના  ઈકબાલગઢ ગંજ બજારમાં કપાસની ચાદર પથરાયેલી જોવા મળતી ગંજની ચારે કોર કપાસના ઢગલે ઢગલા જેવા મળતા હતા. ખેડૂતો સહિત વેપારીઓ પણ કપાસને લઈ ખુશ ખુશાલ જોવા મળતા હતા. જ્યારે ૨૦૧૯માં સતત પડી રહેલા કમોસમી વરસાદથી કપાસની કવોલિટીમાં મોટો ફરક જોવા મળ્યો હતો. કવોલિટીને લઈ ખેડૂતોને ભાવ પણ પૂરતા પ્રમાણમાં મળતા નથી. જેથી બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય એવું કહી શકાય


Download Our B K News Today App



Related News