વરસાદ ખેંચાતા સિપુ અને દાંતીવાડા ડેમના તળિયા દેખાયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-13 11:07:06
  • Views : 872
  • Modified Date : 2020-07-13 11:07:06

ડીસા તાલુકાના 25 ગામની 16000 હેકટર જમીનને સિંચાઇનું પાણી અને ધાનેરા, દાંતીવાડા તાલુકાના 67 ગામમાં પીવાનું પાણી પૂરૂ પાડતા સિપુ ડેમ પાણી માત્ર 49 દિવસ સુધી પૂરૂ પાડી શકે તેટલું છે. હાલમાં સિંચાઇ માટે પાણીનો સપ્લાય બંધ છે. કારણ કે કેનાલનું બેઝ લેવલ 176.40 ફિટ છે. હાલમાં ડેમની સપાટી 566.96 ફિટ છે. જ્યારે  પાટણના 110 ગામની જમીનને સિંચાઇનું પાણી અને ડીસા, ધાનેરા, દાંતીવાડા તાલુકાના 93 ગામમાં પિવાનુ પાણી પૂરૂ પાડતા દાંતીવાડા ડેમમાં પાણી બારમા મહીના સુધી પૂરૂ પાડી શકે છે. હાલમાં સિંચાઈ માટે પાણીનો સપ્લાય બંધ છે. કારણ કે કેનાલનું બેઝ લેવલ કરતાં પાણી નીચું છે. ઉપરવાસમાં સમયસર વરસાદ નહી  વરસે તો પંથકમાં પીવાના પાણી અને સિંચાઇ માટેના પાણીની અછત સર્જાઈ શકે છે. જો કે દાંતીવાડામાં 20 જુલાઇ સુધી પાણીની આવક થતી હોય છે. હાલમાં ડેમની સપાટી 184.10 મીટર છે. 

Download Our B K News Today App



Related News