દેમતીમાં આદિવાસી સમાજનો વાંનરીઘેરનો મેળો ભરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 14:15:36
  • Views : 382
  • Modified Date : 2020-03-17 14:15:36

 દેમતીમાં રવિવારે દેમતી(કાઢા)માં હોળીની પાંચમ પછી દર પાંચ વર્ષે યોજાતો વાંનરી ઘેરનો મેળો ભારે ધાર્મિક આસ્થા સાથે ઊજવાયો હતો. મેળામાં દેમતીના બાર ફળા સહિત સમગ્ર પંથકમાંથી પાંચ હજારથી વધુ આદિવાસી ભાઈ - બહેનો ભેગા મળીને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અંબાજી માતાજીની આરાધના સાથે નવરાત્રિના ગરબાની જ વિધિના ભાગરૂપે ભાઈઓ અને માથે ઘઉંના જવારા સાથે બહેનો વિશિષ્ટ નૃત્ય કરતા હોય છે. આ અંગે દેમતી ગામના જ જિલ્લા સદસ્યા લીલાબેન ડાભી, સરપંચ સુમાબેન પરમાર, લાધુભાઈ પરમાર, પોશીના તા.પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ કાન્તુભાઈ ડાભી, ડૉ. શાંતિલાલ પરમાર વગેરેના જણાવ્યા મુજબ વર્ષો પૂરાણી કથા મુજબ નવરાત્રી દરમ્યાન ગરબામાં વાનરો અને ભમરા આવી હેરાન કરતા અને ગરબામાં ભંગ ઉભો કરતા આથી અંબાજી માતાએ ગરબામાં સાક્ષાત પ્રગટ થઈને વાનરો અને ભમરાઓને હેરાન ન કરવા કહીને ભક્તોને બતાવ્યું કે એક લાકડી પર કપડાના સાત પોપટ બાંધી તેનો વાંદરો બનાવી ઢોલ પર લગાવીને ગરબો કરો તો કોઈ હેરાનગતિ નહીં કરે. ત્યારથી અત્યાર સુધી વર્ષોથી આ પ્રથા મુજબ નવરાત્રી દરમ્યાન અંબાજીથી માતાના ફૂલો લાવી પારણામાં સાચવી રાખીને હોળી પછી આ આગવી પ્રથા મુજબ વિધિ કરાય છે. જેમાં મેળાના દિવસે સાંજે એક વ્યક્તિ, એ વાંદરાવાળી લાકડી લઈને દોડે છે. જેની પાછળ સૌ લોકો પણ દોડતા હોય છે અને ગામની જ દીકરી કે જેને માતાજી પ્રગટ થાય તેના થકી જ એ લાકડી તૂટે છે અને એ પોપટો બાંધેલી વાંદરાવાળી લાકડી તૂટે પછી જ મેળો પૂર્ણ જાહેર થાય છે. સ્વાધ્યાય પરિવારે સુખડીના પ્રસાદ વિતરણ પાણીની વ્યવસ્થા કરી હતી.

Download Our B K News Today App



Related News