પ્રદ્યુમ્નપાર્કમાંથી 5 દિવસ બાદ દીપડાને પકડીને વન વિભાગે પાંજરે પૂર્યો, મ્યુનિસિપલ કમિશનરે સત્તાવાર જાહેરાત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-22 13:47:31
  • Views : 381
  • Modified Date : 2020-02-22 13:47:31

રાજકોટના પ્રદ્યુમ્નપાર્કમાંથી 5 દિવસ બાદ દીપડો આખરે પકડાઇ ગયો છે. પ્રદ્યુમ્નપાર્ક ઝૂ સ્ટાફ અને વન વિભાગ દ્વારા દીપડાને પકડી પાડવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગત રવિવારના રોજ રાજકોટ પ્રદ્યુમ્નપાર્ક ઝુમાં દીપડાએ હરણનું મારણ કર્યું, ત્યારે સોમવારે ફરજ પર પહોંચેલા પ્રદ્યુમન પાર્ક ઝુના અધિકારીઓ તેમજ સ્ટાફને જાણ થઇ હતી કે, રવિવારે રાત્રે દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તકેદારીના ભાગરૂપે પ્રદ્યુમ્ન પાર્ક ઝુને મુલાકાતીઓ માટે બંધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી અને ગણતરીની કલાકોમાં જ વન વિભાગની મદદથી દીપડાનું સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે સબ સલામતનો દાવો કરીને તંત્રએ મુલાકાતીઓ માટે ઝુ ખુલ્લુ મૂકી દીધુ હતું. સતત 5 દિવસ સુધી દીપડા માટે વનવિભાગ અને પ્રદ્યુમન પાર્ક ઝૂ દ્વારા રાત્રી દમરિયાન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દીપડાને પકડવા માટે સાત જેટલા પિંજરા પણ મારણ સાથે રાખવામાં આવ્યા હતા, ત્યારે આજે વહેલી સવારે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદય અગ્રવાલ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે, ઝુમાં ઘુસેલા દીપડાને પકડી પાડવામાં આવ્યો છે. સબ સલામતનો દાવો કરીને મુલાકાતીઓ માટે ઝુ ખુલ્લુ મૂકી દીધુ હતું. જોકે મુલાકાતીઓ પર મોટુ જોખમ હતું. તંત્રએ ઝુ ખુલ્લુ મૂક્યા બાદ ખરેખર દીપડો મળી આવ્યો છે, જેથી મોટી જાનહાની ટળી છે. રાજકોટ ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ હિરપરાએ જણાવ્યું  કે, પ્રદ્યુમ્નપાર્ક ઝુમાંથી દીપડો પકડાઇ ગયો છે. દીપડાની ઉંમર 5થી 6 વર્ષની છે. 5 દિવસ દીપડો બહાર હોય કે અંદર એ કહેવુ મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા રાજકોટ પ્રદ્યુમન પાર્ક્ક ઝૂના સીસીટીવી વાયરલ થયા હતા. જેમાં રાત્રીના 9 વાગ્યાની આસપાસ જનાવર પ્રદ્યુમન પાર્ક ઝૂના રસ્તા પર દોડતું હોય તેવું નજરે પડ્યું હતું.

Download Our B K News Today App



Related News