મોગરાવાડીના મોટા તળાવના આઉટલેટ બંધ કરાતા સંપૂર્ણ ભરાયું, સ્થાનિકોના દબાણો દૂર કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 13:55:02
  • Views : 402
  • Modified Date : 2020-08-31 13:55:02

    વલસાડ મોગરવાડી વિસ્તારમાં આવેલ સૌથી મોટું તળાવના આઉટલેટ ઉપર સ્થાનિક લોકો દ્વારા પથ્થરો મુકીને દબાણ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ પોતાના મકાનમાં પાણી ન આવે કે રસ્તા ડૂબે નહીં તે માટે આઉટલેટ બંધ કરી દીધું હતું.આઉટલેટમાંથી પાણીનો નિકાલ થતો બંધ થઈ જવાથી તળાવ સંપૂર્ણ ભરાઈ ગયું હતું.આઉટલેટમાંથી પાણી ન નીકળતા તળાવ ફાટે કે ભંગાણ સર્જાય તેવો ડર સર્જાયો હતો. જેથી નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય દ્વારા આઉટલેટના દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.મોગરાવાડી ખાતેના મોટા તળાવમાં આઉટલેટ પર દબાણો સ્થાનિક લોકો દ્વારા કરાયા હતાં. જેથી સમસ્યા ઉભી થઈ હતી. આજે નગરપાલિકાની ટીમે તળાવના આઉટલેટ ઉપર કરવામાં આવેલું દબાણ દૂર કરી તળાવનું વધારાના પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરી હતી.ભારે વરસાદમાં તળાવ ભરતાની સાથે તળાવમાં બનાવવામાં આવેલા આઉટલેટમાંથી પાણી બહાર નીકળતું હોય છે. પરંતુ મોટા તળાવની આજુ બાજુ ઘણા ઘરો આવેલા છે અને આ આઉટલેટમાંથી પાણી નીકળવાના કારણે રસ્તા પર પાણી ભરાવાની સાથે સાથે ઘરમાં પાણી આવી જતા હોવાથી સ્થાનિકો આઉટલેટ બંધ કરી દેતા હોવાનું સામે આવ્યું હતું. જેથી તળાવ ભરાઈ જતાં તળાવમાં ભંગાણ સર્જાવાની ભીતિ ઉભી થઈ હતી. સાથે 2000 જેટલા ઘરોને નુકસાન થઈ શકે તેને ધ્યાનમાં લઇને પાલિકાના સભ્ય ગિરીશભાઈ દેસાઈ અને સાથે તંત્ર દ્વારા આઉટલેટ ખોલવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા આગામી દિવસોમાં મોગરવાડીના મોટા તળાવને ડેવલોપમેન્ટ કરવા તથા આ આઉટલેટમાંથી નીકળતા પાણીનો યોગ્ય નિકાલ કરવાની ત્યારી દર્શાવી છે.

Download Our B K News Today App



Related News