નોબલનગર પાસે વાલ્મિકી આવાસ યોજનામાં મમતા નામના વ્યંઢળની ચપ્પાના ઘા મારી હત્યા, આરોપી ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-16 17:41:46
  • Views : 467
  • Modified Date : 2020-02-16 17:41:46

 નોબલનગર પાસે આવેલ વાલ્મિકી આવાસ યોજનામાં મમતા નામના વ્યંઢળની હત્યા થઈ છે. ચપ્પાના ઘા મારી વ્યંઢળની હત્યા કરવામાં આવી છે. નજીવી બાબતમાં તકરાર થતા આરોપી અજય નાડિયાએ ચપ્પાના ઘા મારીને વ્યંઢળની હત્યા કરી હતી અને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આરોપી અજય નાડિયા અને વ્યંઢળ મમતા વચ્ચે મૈત્રી હોવાનું જાણવા મળ્યું છે. હાલ નરોડા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News