આ વ્યકિતને કારણે હિમેશ રેશમિયાએ રાનૂને આપ્યો ગીત ગાવાનો ચાન્સ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 12:48:21
  • Views : 691
  • Modified Date : 2019-08-26 12:48:21

સ્ટેશન પર ગીત ગાઇને રાતોરાત ફેમસ થઇ રાનૂ મંડલની જિંદગી હવે બદલાઇ ગઇ છે.રાનૂ મંડલે લતા મંગેશકરનું ગીત 'એક પ્યાર કા નગમા હૈ' ગાયુ હતુ, જે સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયુ હતુ. જે પછી રાનૂ મંડલનુ મેકઓવર કરી આપવાની લાઇન લાગી હતી. 

રાનૂને હવે ઘણા શોમાં ગાવાની ઑફર થઇ રહી છે. આ દમરિયાન બોલિવુડ ફેમસ મ્યૂઝિક ડિરેક્ટર હિમેશ રેશમિયાને રાનૂ મંડલને પોતાની ફિલ્મમાં ગીત ગાવાનો મૌકો આપ્યો છે. હિમેશ રેશમિયાએ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર રાનૂ સાથે ગીત રેકોર્ડ કરવાનો વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે હિમેશ રેશમિયા રાનૂની મદદ કરતો જોવા મળી રહ્યો છે.જેના પછી સોશ્યલ મીડિયા પર યૂઝર્સ મ્યૂઝિક ડિરેક્ટરના વખાણ કરી રહ્યા છે.હિમેશ રેશમિયાની આગામી ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર' છે. આ ફિલ્મમાં રાનૂએ ‘તેરી મેરી કહાની’ નામનું ગીત ગાયું છે. જોકે હિમેશ રેશમિયાએ આ પાછળનો શ્રેય સલમાન ખાનના પિતા સલીમ ખાનને આપ્યો છે. હિમેશ રેશમિયાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે, ''સલમાન ખાન (ભાઇ)ના પિતા સલીમ ખાને મને સલાહ આપી હતી કે, જ્યારે પણ જિંદગીમાં કોઇ ટેલેન્ટેડ વ્યકિત સાથે મુલાકાત કરો તો તેણે જવા ના દો, તે વ્યકિતને તેના ટેલેન્ટથી આગળ વધવામાં મદદ કરો. આજે હું રાનૂ મંડલને મળ્યો અને મને લાગે છે કે, તેમના પર ઇશ્વરની કૃપા છે. તેમનું સિંગિંગ શાનદાર છે અને હું તેમના માટે જે પણ કરી શકુ છું, તે કરવા માટે પ્રયત્ન કરીશ. તેમની પાસે ગોડ ગિફ્ટ છે જેણે દુનિયાભરમાં શૅર કરવાની જરૂર છે અને મારી આવનારી ફિલ્મમાં ગીત ગવડાવીશ. મને લાગે છે કે તેમનો અવાજ લોકો સુધી પહોંચે તે માટેનો પ્રયત્ન હું કરી રહ્યો છું.''ઉલ્લેખનીય છે કે, રાનૂ ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર અને પેનિક એટેકની પીડિત છે. રાનૂ પોતાના ઘરેથી નીકળીને પશ્ચિમ બંગાળના નાડિયા જિલ્લાના રાણાઘાટ સ્ટેશન પર પહોંચી ગઇ હતી. સ્ટેશન પર તે ગીત ગાઈ રહી હતી તે સમયે મુસાફરે સોશ્યલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો હતો. સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ થતા 10 વર્ષ પહેલા તેનાથી અલગ થઇ ગયેલી દિકરી તેને મળવા માટે આવી હતી. પુત્રીને મળીને રાનૂ ખૂશ થઇ ગઇ. રાનૂનું કહેવુ છે કે, ''આ મારું બીજુ જીવન છે, તેને હું વધુ સારું બનાવવો પ્રયત્ન કરીશ.''

Download Our B K News Today App



Related News