વસ્ત્રાપુરમાં વકીલના લમણે પિસ્તોલ તાકીને 7 કોરા ચેકો પર સહીઓ કરાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-25 13:34:36
  • Views : 596
  • Modified Date : 2019-08-25 13:34:36

એસ.જી.હાઈવે પર ઓફિસ ધારવતા એડવોકેટને મિલ્કતના ઝઘડાને પગલે તેમના જ કાકાએ ત્રણ અજાણ્યા શખ્સો સાથે મળીને મારી નાંખવાની ધમકી આપી હતી. ઓડવોકેટને આ શખ્સોએ પિસ્તોલ બતાવીને તેમના ઘરેથી સાત કોરા ચેક મંગાવીને તેમાં ૫૦ લાખ ભરાવીને સહીઓ કરાવી લીધી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવની વિગત મુજબ કલોલમાં રહેતા પાર્થસારથી એ.મ્હેડ(૪૦) ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરે છે અને એસ.જી.હાઈવે પર થલતેજ ચાર રસ્તા પાસે ટાઈટેનિયમ સ્ક્વેર ખાતે ઓફિસ ધરાવે છે. દરમિયાન તેમને સુરજભાઈ નામના શખ્સે ફોન કરીને બિલ્ડીંગ કન્સ્ટ્ર્કશનનું કામ કરતો હોવાનું અને લીગલ મેટર સોંપવા અંગેની વાત કરી હતી. બાદમાં ઓફિસનું સરમાનુ લઈને ૧૯ ઓગષ્ટના રોજ પાર્થસારથીની ઓફિસે મળવા આવ્યો હતો. તેણે તેનો માણસ કાગળો લઈને આવી રહ્યો હોવાનું તેમને કહ્યું હતું. થોડીવાર બાદ એડવોકેટના સગા કાકા અભિજાત પરાસર તથા અન્ય અજાણ્યા શખ્સો તેમની ઓફિસમાં આવ્યા હતા. જેમાં ત્રણ અજાણ્યા શખ્સોએ એડવોકેટને ગડદાપાટુનો માર મારીને બિભત્સ ગાળો બોલીને તેમના લમણે પિસ્તોલ તાકી હતી. જ્યારે સુરજભાઈ ઈસકો ઠોક દો એવું જણાવતો હતો. બાદમાં વકીલના કાકા અભિજાતે એલિસબ્રિજ ખાતે શાંતિસદન સોસાયટી વાળી મિલ્કત જે ૨૦૧૬માં વકીલે વેચી દીધી હતી તેની વેચાણ કિંમતના અડધા રૃપિયા અમને આપી દો એવી ધમકી આપી હતી.બાદમાં એક શખ્સે પાર્થસારથીના લમણે પિસ્તોલ ધરીને તાત્કાલિક ઘરેથી ચેકબુક નહી મંગાવે તો ઉડાવી દઈશું, એવી ધમકી આપી હતી. આથી એડવોકેટે ફોન કરીને ચેક બુક મંગાવી લીધી હતી. બાદમાં આરોપીઓએ પિસ્તોલની અણીએ કુલ સાત ચેક પર ૫૦ લાખની રકમ ભરાવીને એડવોકેટની સહીઓ લઈ લીધી હતી. એટલું જ નહી ગુરૃવાર સુધીમાં એક કરોડનું બેલેન્સ કરાવી દેવાની ધમકી પણ આપી હતી. આરોપીઓ ઓફિસના સીસીટીવીનું ડીવીઆર લઈને ભાગી ગયા હતા.આમ પાર્થસારથીને તેમના કાકા સાથે છેલ્લા ત્રમ વર્ષથી મિલ્કત બાબતે ઝઘડો ચાલતો હોવાથી અભિજાતે દિવાની અને ફોજદારી કેસો કરેલા હતા. આ કેસોમાં તેમનું ધાર્યા પ્રામણેનું પરિણામ ન આવતા અભિજાતે સુરઝભાઈ અને અન્ય ત્રણ શખ્સો સાથે ણલીને આ  કૃત્ય કર્યું હતું. આઅંગે તેમણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સુરજ, અભિજાત મેઠ અને અન્ય ત્રણ શખ્સો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Download Our B K News Today App



Related News