થરાદ મામલતદારે ગ્રામ પંચાયતને પત્ર લખી કોરોના વાયરસને કારણે સાવચેતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-16 17:35:15
  • Views : 447
  • Modified Date : 2020-03-16 17:35:15

બનાસકાંઠા..... થરાદ તાલુકાના લુવાણા ગામે લોકભતિગળ મેળો ભરાવાનો હતો પરંતુ કોરોના વાયરસને કારણે હવે મામલતદારે મેળો જ મોફુક રાખવાં હુકમ કર્યો હતો.

થરાદ મામલતદારે ગ્રામ પંચાયતને પત્ર લખી કોરોના વાયરસને કારણે સાવચેતી માટે મેળો મોફુક રાખવાં હુકમ કરતા દોડધામ મચી ગઇ હતી નોંધનિય છે કે આગામી 15મી માર્ચથી સતત ત્રણ દિવસ સુધી ક્લેહર માતાજીનો મેળા યોજાવાનો હતો. જેને લઇ પંચાયત દ્રારા ઢોલ વગાડવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે કોરોના વાયરસને કારણે હવે મામલતદારે મેળો જ મોફુક રાખવાં હુકમ કર્યો હતો. બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના લુવાણા ગામે દર વર્ષેની જેમ આ વર્ષે પણ સિતલા સાતમ નિમિત્તે ક્લેહર માતાજી મંદીરે મેળો ભરાયો હતો આ મેળો ત્રણ દિવસ સુધી ચાલે છે પણ આ વર્ષ હાલમાં સમગ્ર દુનિયામાં કોરોના વાયરસને લઇ કોલાહલ મચ્યો હોવાથી તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. જેને લઇ થરાદ મામલતદારે લુવાણા ગામના સરપંચને પત્ર લખી મેળો મોફુક કરવાનો હુકમ કર્યો હતો નોંધનિય છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પરિપત્રમાં તકેદારીના પગલારૂપે રાજ્યમાં કોઇ એક જગ્યા પર લાંબા સમય માટે વધુ માણસો ભેગા ન થાય તે હેતુસર તાત્કાલિક અસરથી તમામ સંસ્થાઓ કે સામુહિક કે સામાજીક મેળાવડા કે નાના મોટા પ્રસંગો ટાળવા મોકુફ રાખવા જણાવ્યું હતુંલુવાણા ગામના સરપંચ આ પરિપત્ર ધ્યાનમાં રાખીને મેળામાં લોકોને એક જગ્યાએ ઊભાંનાં રહેવા પણ સુચન કર્યું હતું એને થરાદ પોલીસ સ્ટાફ દ્વારા પણ ખડેપગે ઉભા રહી ને નિયમનું પાલન કર્યું હતું મેળામાં ચટકોળ જોવા મળ્યાં પણ ગેટપર જ પોલિસ ખડેપગે ઉભા રહીને નિયમનું પાલન કર્યું હતું મેળામાં એક જગ્યાએ ઊભાંનાં રહેવા માટે પણ સુચન કર્યું હતું.....

 



Download Our B K News Today App



Related News