પાલનપુરમાં કોરોનો વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-05 18:06:10
  • Views : 470
  • Modified Date : 2020-03-05 18:06:10

પાલનપુરમાં કોરોનો વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ....

 પાલનપુર તાલુકાના કાણોદર ગામે કોરોના વાયરસ નો શંકાસ્પદ કેસ મળી આવતા તાત્કાલિક તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં શંકાસ્પદ કોરોના વાઈરસના કેસ મળી આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી.... સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે જેને પગલે સમગ્ર વિશ્વનું આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે તે દરમિયાન ભારત દેશમાં પણ અલગ-અલગ જગ્યાએ અત્યાર સુધી કોરોના વાયરસ ના 29 કેસો મળી આવતા અહીં પણ આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે બનાસકાંઠા ના પાલનપુર માં પણ એક શંકાસ્પદ કોરોના વાયરસ અસર ગ્રસ્ત દર્દી મળી આવતાં આરોગ્ય વિભાગે તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી છે.મૂળ પાલનપુર તાલુકાના કાણોદર ગામનો રહેવાસી મુસાયબઅલી શેરસીયા બે મહિના અગાઉ ઈરાન ગયો હતો અને ઈરાનથી પરત આવ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી તેને તાવ, શરદી ,ખાંસી થતા સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો, તેની તપાસ દરમ્યાન  કોરોના વાયરસ ના લક્ષણો દેખાતા તેને આઈસોલેશન વોર્ડ માં દાખલ કરવામાં આવ્યો છે, આરોગ્ય વિભાગે બ્લડ ના સેમ્પલ લઇ વધુ તપાસ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે જ્યારે આઈસોલેશન વોર્ડ માં દાખલ કરી આરોગ્ય વિભાગ ની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે .....

 


Download Our B K News Today App



Related News