સુઇગામના રડકા પાસે વાહનચાલકે બાઇકને ટક્કર મારતાં બેનાં મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-04 11:31:08
  • Views : 570
  • Modified Date : 2020-07-04 11:31:08

 સુઇગામના કુંભારખાનો યુવાન શુક્રવારે બપોરે ભાભરથી કુંભારખા આવી રહ્યો હતો તે દરમ્યાન રડકા નજીક સિંગલ રોડ પર કોઈ અજાણ્યા વાહને સામેથી ટક્કર મારતાં બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભયું મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા ભરડવાના આધેડ ગંભીર રીતે ઘાયલ થતાં તેમનું પણ સારવાર દરમ્યાન મોત થતાં એક સાથે બેનાં મોતના સમાચારના પગલે પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી. મૂળ સુઇગામ તાલુકાના કુંભારખા ગામના વતની અને ભાભર ખાતે ખાનગી ટ્યુશન કલાસ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મુકેશભાઈ રાયમલભાઈ ચૌધરી (ઉં.વ.આ.27) જેઓ ભાભરથી પોતાનું બાઇક લઈ શુક્રવારે બપોરે ભરડવાના જેઠાભાઇ પાંચાભાઈ પટેલ (ઉં.વ.આ.65)ને બાઈક પર બેસાડી ઘર તરફ આવી રહ્યા હતા. દરમ્યાન રડકા-તેતરવા સિંગલ રોડ પર રડકા ગામ નજીક કોઈ અજાણ્યા વાહને સામેથી જોરદાર ટક્કર મારતાં બન્ને સાઈડમાં પડી ગયા હતા. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક વાહન સાથે ફરાર થઇ ગયો હતો. અકસ્માતને લઇ આજુબાજુથી દોડી આવ્યા હતા. જેમાં બાઇક ચાલક મુકેશભાઈ રાયમલભાઈ ચૌધરીને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા જેઠાભાઇ ચૌધરીને હાથે, પગે, આંખે ગંભીર ઇજા થતાં તેમને 108 મારફતે ડીસા ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. પરંતુ તેમનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.  આ અંગે મૃતકના કાકા હરિરામભાઈ દેવણભાઈ ચૌધરીએ સુઇગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ સુઇગામ પી.એસ.આઈ. એચ.બી.પરમાર ચલાવી રહ્યા છે. મુકેશની લાશનું સુઇગામ રેફરલમાં પી.એમ.કરી લાશ તેના વાલી વરસોને સોંપી હતી. અકસ્માતમાં અકાળે મોતને ભેટનાર મૃતક મુકેશભાઈ ચૌધરીના બે વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતા અને નિઃસંતાન હતો. બે ભાઈઓમાં નાનો હતો. તેના અકાળે અવસાનથી પરિવારજનોમાં રોકકળ મચી ગઇ હતી. જ્યારે અન્ય મૃતક ભરડવાના વતની છે અને કુંભારખા સંબંધી હોઇ મળવા જતા હતા અને રસ્તામાં મોત ભેટી ગયું.

Download Our B K News Today App



Related News