તૃણધાન્ય પાક નાગલી(બાવટા કે રાગી)ની વૈજ્ઞાનિક ખેતપદ્ધતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-30 16:37:21
  • Views : 1121
  • Modified Date : 2019-12-30 16:37:21

ગુજરાતમાં વવાતા તૃણ ધાન્ય પાકોમાં નાગલી (રાગી) મોખરાનું સ્થાન ધરાવે છે. નાગલી એ ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં વવાતા વિવિધ તૃણ ધાન્ય પાકોમાં નાગલીની પ્રતિ હેકટરે ઉત્પાદન ક્ષમતા સૌથી વધારે છે. ગુજરાતમાં સૌથી વધારે નાગલી ડાંગ અને વલસાડ જિલ્લામાં વવાય છે. આ ઉપરાંત નવસારી, સુરત અને પંચમહાલ જિલ્લામાં પણ તેનું થોડા વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે. ગુજરાતીમાં બાવટાના નામથી પણ ઓળખવામાં આવે છે.નાગલી પોષકત¥વોથી ભરપૂર તૃણ ધાન્ય પાક છે. ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓ માટે ખુબ લાભદાયક છે. નાગલીનો ઉપયોગ કુપોષણ દૂર કરવામાં અને બેબી ફૂડ બનાવવામાં થાય છે. આદિવાસી ખેડૂતો નાગલીનો રોટલો બનાવી ખાય છે. આ  ઉપરાંત બાવટાના લોટમાંથી બિસ્કીટ, ચોકલેટ, ટોસ, નાનખટાઈ, વેફર, પાપડી જેવી જુદી જુદી મૂલ્યવર્ધન વાનગીઓ બનાવી શકાય છે.જમીન અને આબોહવાનાગલીએ વિવિધ પ્રકારની જમીન તેમજ વિભિન્ન આબોહવામાં જ્યાં અન્ય પાક ઉગાડવાની શક્યતા નહીંવત્  હોય તેવી ઓછી ફળદ્રુપ અને ઢાળવાળી જમીનમાં પણ થઈ શકે છે. પરંતુ સારા નિતારવાળી લાલ-રાખોડી રંગની, ગોરાડુ અને હલકી અથવા મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. ગરમ અને ભેજવાળી આબોહવામાં પાક સારો થાય છે.વાવણી પદ્ધતિડાંગરની જેમ નાગલીની ફેરરોપણી કરવામાં આવે તો  વધુ ઉત્પાદન મળે છે. આ માટે વિસ્તાર મુજબ ધરૂ તૈયાર કરવું. ધરૂવાડિયાની જમીનને બરાબર ખેડી સમતળ  કરવી. ગાદી ક્યારા ૧ મીટર પહોળાઈના, ૧૦-૧૫ સેમી. ઊંચાઈના અને ઢાળ  મુજબ ૫-૬ મીટર લંબાઈના જયારે સપાટ ક્યારા ૧થી ૧.૫ મીટર  પહોળાઈના બનાવવા. દરેક ક્યારામાં સારું કોહવાયેલું છાણિયું  ખાતર ૫ કિલો આપવું. એક હેકટરના ધરૂવાડિયા માટે ૨-૩ કિલો  નાઈટ્રોજન અને ૧ કિલો ફોસ્ફરસ આપવો. ધરૂવાડિયામાં બીજ ચાસ પાડી વાવવું. જેથી નીંદામણમાં સરળતા રહે  અને ધરું ઉછેર સારી રીતે થાય છે.બિયારણ અને તેની માવજતનાગલીનો દાણો ઝીણો હોઈ એક હેકટરની ફેરરોપણી  માટે ૪ થી ૫ કિલો બિયારણની જરૂર પડે છે. જમીન અને બીજજન્ય  રોગોને આવતા અટકાવવા માટે બીજને ધરૂવાડિયામાં વાવતાં  પહેલાં ૧ કિલો બિયારણ દીઠ ૩ ગ્રામ થાયરમ અથવા કાર્બોડાઝીમ   દવાનો પટ આપવો. રાસાયણિક ખાતરના કાર્યક્ષમ ઉપયોગ માટે  બિયારણને પી.એસ.બી. અને એઝોસ્પાયરીલમાં જૈવિક કલ્ચરનો ૩  ગ્રામ/૧ કિલો બીજ પ્રમાણે પટ આપવો.ફેરરોપણીની રીતધરૂ ત્રણથી ચાર અઠવાડિયાનું થાય ત્યારે તેને  ફેરરોપણી માટે ઉપાડવું. ફેરરોપણી કરતા પહેલાં પૂરતો  વરસાદ હોય ત્યારે જમીનને હળથી ધાવલ કરી પાયાનું ખાતર  નાખી સમાર મારવો. ફેરરોપણી લાઈનમાં કરવી. ધરૂના મૂળિયા જમીનમાં દબાઈ જાય તે રીતે રોપવું.  નાગલીમાં બે હાર વચ્ચે ૩૦ સેમી. અને બે છોડ વચ્ચે ૭.૫  સેમી.નું અંતર રાખવું.ખાતર વ્યવસ્થાપનહેકટર દીઠ ૮થી ૧૦ ટન સારૂ કોહવાયેલું છાણિયું ખાતર ,શણ કે ઈક્કડનો લીલો પડવાશ કરવો. નાગલીના પાકમાં ૪૦ કિગ્રા. નાઈટ્રોજન અને ૨૦ કિગ્રા. ફોસ્ફરસ આપવાની ભલામણ છે. જે પૈકી ૨૦ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૨૦ કિલોગ્રામ ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવો. આ માટે ફેરરોપણી વખતે હેકટર દીઠ ૧૨૫ કિલો સિંગલ સુપર ફોસ્ફેટ અને ૧૦૦ કિલો એમોનિયમ સલ્ફેટના રૂપમાં આપવો. ઓછા વરસાદવાળા વિસ્તારમાં બાકી રહેલ નાઈટ્રોજનનો જથ્થો હેકટર દીઠ ૪૪ કિલો યુરિયાના રૂપમાં આપી શકાય.પિયતથી મેળવો સારું ઉત્પાદનગુજરાતના મોટાભાગના વિસ્તારમાં નાગલીની વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે. વરસાદ પ્રમાણસર અને નિયમિત હોય તો નાગલીને પિયત આપવાની જરૂર પડતી નથી. પરંતુ જ્યાં પિયતની સગવડ હોય અને પાછોતરો વરસાદ ખેંચાય તો એક-બે પિયત આપવાથી સારું ઉત્પાદન મેળવી શકાય. નાગલીનો પાક કોઈ પણ અવસ્થામાં પાણીનો ભરાવો સહન કરી શક્તો નથી.પાક સંરક્ષણસામાન્ય રીતે નાગલીના પાક ઉપર રોગ જીવાતનો ઉપદ્રવ જોવા મળતો નથી. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ગાભમારાની ઈયળ અને કરમોડી (બ્લાસ્ટ) રોગનો ઉપદ્રવ જોવા મળેલ છેસંકલિત નિયંત્રણધરૂ નાખતા પહેલાં બીજને એક કિલો દીઠ ૩ ગ્રામ થાયરમ કે કાર્બન્ડાઝીમ દવાનો પટ આપવો. રોગ દેખાય કે તરત જ ૧૦ લિટર પાણીમાં ૬ ગ્રામ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ ટકા અથવા ૧૦ ગ્રામ કાર્બોન્ડાઝીમ ૫૦ ટકા વે.પા. અથવા ૧૦ મિ.લિ. એડીફેનફોસ ૫૦ ઈ.સી. દવાનું દ્રાવણ બનાવી છંટકાવ કરવો. પાકમાં ભલામણ કરતા વધારે નાઈટ્રોજનયુક્ત ખાતરો વાપરવા નહીં. છાણિયું ખાતર તથા સેન્દ્રિય ખાતરોનો વપરાશ બહોળા પ્રમાણમાં કરવો. 


Download Our B K News Today App



Related News