વડોદરાના વડસર અને કોટેશ્વર ગામ સંપર્ક વિહોણા બન્યા, કાંસા રેસિડેન્સીમાંથી 38 લોકોને રેસ્ક્યૂ કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-01 12:33:17
  • Views : 388
  • Modified Date : 2020-09-01 12:33:17

        વડોદરા શહેરના મધ્યમાંથી વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિને પગલે વડસર અને કોટેશ્વર ગામ સંપર્ક વિહોણા બની ગયા છે. વડસર પાસે આવેલી કાંસા રેસિડેન્સીમાંથી 38 જેટલા લોકોને ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કર્યાં હતા. જોકે હજી પણ 150 જેટલા લોકો કાંસા રેસિડેન્સીમાં ફસાયેલા છે.વડસર ગામ પાસે આવેલી ભેસાસુરની ડેરી વિસ્તાર પાસે 50 જેટલા કાચા મકાનો આવેલા છે. જેમાંથી 25થી 30 જેટલા મકાનોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. જેને પગલે 50 જેટલા લોકો સલામત સ્થળે ખસી ગયા છે. જોકે કેટલાક ઘરોમાં હજી પાણી ઘૂસ્યા ન હોવાથી લોકો ઘરમાં જ છે.વડોદરા શહેરના છેવાડે આવેલુ કોટેશ્વર ગામ અને કાંસા રેસિડેન્સી સંપર્ક વિહોણા બની ગયા છે. જેને પગલે 500 જેટલા લોકો ફસાયા છે. ફાયર બ્રિગેડની ટીમે અહીંથી લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. દર વર્ષે કોટેશ્વર ગામ અને કાંસા રેસિડેન્સી સંપર્ક વિહોણા બની જાય છે.

Download Our B K News Today App



Related News