સાડા-ત્રણ કલાકમાં વડોદરાથી મુંબઈ: 35 હજાર કરોડના ખર્ચે હાઈવે તૈયાર, 2 આઇકોનિક ટનલનો સમાવેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-03 11:54:50
  • Views : 469
  • Modified Date : 2022-05-03 11:54:50


અંકલેશ્વર 8 લેન એક્સપ્રેસ-વે તૈયાર

PM મોદી આવી શકે છે લોકાર્પણ માટે

ગુજરાતનીઓને વધુ એક ભેટ મળશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી સહિત રાજકીય દિગ્ગજો ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ પીએમ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવીને ગયા. ત્યારે મે મહિનામાં ફરી એકવાર તેઓ ગુજરાત આવી શકે છે.  દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેમાં અમદાવાદ અને અંકલેશ્વરનો 8 લેન હાઇવે બનીને તૈયાર થઇ ગયો છે. આ હાઇવેને ટૂંક સમયમાં દેશ માટે સમર્પિત કરી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.  ત્યારે  બ્રિજના લોકાર્પણ માટે પીએમ મોદી આવી શકે તેવી શક્યતાઓ છે. 

 

પીએમ મોદી આવી શકે છે ભરુચ

મહત્વનું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પણ ભરૂચ જિલ્લામાં તેઓનું આગમન લોકો માટે હંમેશા ભેગ સોગાદો ભરેલું રહ્યું છે. દહેજની OPAL કંપની હોય, નર્મદા નદી પરનો 4 લેન કેબલ સ્ટેઇડ બ્રિજ, ભાડભુત બેરેજ યોજના જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે PM ભરૂચ આવતા રહ્યાં છે. ત્યારે હવે  ગુજરાતની પ્રજાને 8 લેન હાઇવેની ખાસ ભેટ આપવા તેઓ ભરૂચ આવી શકે છે. પ્રધાનમંત્રી મોદી બીજા કાર્યકાળ દરમિયાન પહેલીવાર ભરૂચ આવી શકે છે. મહત્વનું છે કે વર્ષ 2017માં પીએમ તરીકેના પહેલા કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદી ભરૂચ આવ્યા હતા.

 

8 લેન એક્સપ્રેસ-વેની શું છે  વિશેષતા  ?

વડોદરાથી મુંબઈ માત્ર સાડાત્રણ કલાકમાં પહોંચાશે

1380 કિ.મી. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેમાંથી ગુજરાતમાં 423 કિ.મી.નો હાઇવે તૈયાર

98 હજાર કરોડના ખર્ચે તૈયાર થતો દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ-વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે 

ગુજરાતમાં 423 કિમીના એક્સપ્રેસ-વે નું 35 હજાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ કરાયું

ગુજરાતમાં 60 મોટા પુલ, 17 ઇન્ટરચેન્જ, 17 ફ્લાયઓવર અને 8 ROB નું નિર્માણ કરાયું

કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં માર્ગોનું નિર્માણ ઝડપી થઈ રહ્યું છે

એક્સપ્રેસ વેમાં ગુજરાતમાં 423 કિ.મી.નો હાઈ વેનો પણ સમાવેશ થાય છે

હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 5 રાજ્યોમાંથી પસાર થતા લોકોને લાભ

અમદાવાદ, વડોદરા, સુરત શહેરની આર્થિક પ્રવૃત્તિઓ સાથે લાખો લોકો માટે આર્થિક સમૃદ્ધિ લાવશે

એક્સપ્રેસ-વે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે દ્વારા રાજ્યની રાજધાની સાથે પણ જોડાશે

એક્સપ્રેસ વેમાં બે આઇકોનિક 8 લેન ટનલનો પણ સમાવેશ કરાયો છે

એક્સપ્રેસ-વેના નિર્માણમાં 1.2 મિલિયન ટનથી વધુ સ્ટીલનો વપરાશ 

 

Download Our B K News Today App



Related News