વડોદરા કોર્ટ ખાતે વકીલોએ ભારે સૂત્રોચ્ચારો કરીને રાજ્ય સરકારના પરિપત્રનો વિરોધ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-09 14:53:34
  • Views : 377
  • Modified Date : 2020-10-09 14:53:34

       રાજ્ય સરકારે તલાટીને એફિડેવિટ કરવાની સત્તા આપતા વકીલોમાં રોષ ફેલાયો છેવડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે. રાજ્ય સરકારને કેન્દ્રના કાયદામાં સુધારો કરવાની કોઇ સત્તા નથી, તો તલાટી મંત્રીને એફિડેવિટની સત્તા આપતો પરિપત્ર કરી શકાય નહીં. માર્ચ મહિનાથી કોર્ટ બંધ છે અને વકીલો અનેક કટોકટીનો સામનો કરી રહ્યાં છે, ત્યારે રાજ્ય સરકારે આ પરિપત્ર દ્વારા વકીલો અને નોટરીની આજીવિકા પર તરાપ મારી છે. સરકાર રોજગારી આપવાને બદલે છીનવી રહી છે. તલાટીઓ પાસે પેઢી નામુ કરવાનું હોય કે અન્ય કોઇ દસ્તાવેજ કરવાના હોય તેમાં જબરદસ્ત ભ્રષ્ટાચાર ચાલે છે, રાજ્યના મુખ્યમંત્રીએ પણ સ્વીકાર્યું છે કે રેવન્યૂ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ સૌથી વધારે ભ્રષ્ટાચારી છે. એફિડેવિટની સત્તા આપવામાં આવી છે, તેનાથી ભ્રષ્ટાચાર વધશે. આજે અમે તમામ વકીલો કોર્ટ પર એકત્ર થઇને પરિપત્રની હોળી કરી રાજ્ય સરકાર સામે બાયો ચડાવી છે. કાયદા વિરૂદ્ધનો પરિપત્ર રદ્દ નહીં કરાય તોઉલ્લેખનિય છે કે, રાજ્યમાં એફિડેવિટ, દાખલા અને સર્ટિફિકેટ જેવી વિવિધ 22 જેટલી સેવાઓ આગામી 8 ઓક્ટોબરથી શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. પ્રાથમિક તબક્કે ડિજિટલ સેવાસેતુમાં આવરી લઇ બે હજાર ગ્રામ પંચાયતમાં આ સેવાઓ શરૂ થશે. ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનિયર સિટિઝનનો દાખલો, ક્રિમીલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિજિટલ સેવા સેતુ માધ્યમથી માત્ર 20 રૂપિયાની નજીવી ફીથી મળશે. Oaths Act 1969ની કલમ-3ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્તાઓ આપવામાં આવશે. જેને લઇને વકીલોએ આજથી વિરોધ શરૂ કર્યો છે અને વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

Download Our B K News Today App



Related News