વડોદરા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા 65 હોટલ,રેસ્ટોરન્ટ,લારીઓ પર ચેકીંગ કરીને અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-19 15:50:03
  • Views : 372
  • Modified Date : 2020-09-19 15:50:03

        મહાનગર સેવા સદના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરમાં વકરી રહેલા કોરોનાના કેસોના પગલે શહેરની 65 જેટલી હોટલો, રેસ્ટોરન્ટો અને ચ્હા-નાસ્તાની લારીઓ ઉપર દરોડા પાડી ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન કોવિડ-19ની ગાઇડ લાઇનનું પાલન ન કરનાર ચ્હા-નાસ્તાની 5 લારીઓ બંધ કરાવી હતી. 5 કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પર નાસ કરવામાં આવ્યો હતો.વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગના અમલદાર ડો. મુકેશ વૈદ્યએ જણાવ્યું હતું કે, હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના પગલે આરોગ્ય વિભાગના ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમો બનાવવામાં આવી છે. અને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટો તેમજ ચ્હા-નાસ્તાની લારીઓ ઉપર ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. જે હોટલો, રેસ્ટોરન્ટો અને ચ્હા-નાસ્તાની લારીઓ ઉપર કોવિડ-19ની ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવ્યું ન હોય, તે હોટલ, રેસ્ટોરન્ટ અને ચ્હા-નાસ્તાની લારીઓને બંધ કરાવી સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.આજે મ્યુનિસિપલ કમિશનરની સુચના અનુસાર કાર્યવાહી કરાઈ હોવાનું જણાવતા આરોગ્ય અમલદાર ડો. મુકેશ વૈદ્યએ ઉમેર્યું કેકે, આરોગ્ય વિભાગના ખોરાક શાખા દ્વારા છેલ્લા છ દિવસથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરો દ્વારા રેષકોર્સ, મકરપુરા, માંજલપુર, કારેલીબાગ, ગોત્રી, સેવાસી, વાઘોડિયા રોડ, દાંડિયા બજાર, રાવપુરા સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગના ખોરાક શાખા દ્વારા શરૂ કરવામાં આવેલા ચેકીંગના પગલે હોટલો, રેસ્ટોરન્ટો અને ચ્હા-નાસ્તાની લારીઓના સંચાલકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. આ કામગીરી રોજેરોજ ચાલુ રહેશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Download Our B K News Today App



Related News