જન્મદિવસ નિમિત્તે વડીલોને ભોજન અપાયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 11:18:04
  • Views : 413
  • Modified Date : 2019-05-03 11:18:04

ભારતીય ઋષિ સંસ્કૃતિની પરંપરા મુજબ કુલ સોળ સંસ્કારો પૈકી જન્મદિવસનો સંસ્કાર પણ ઉજવવામાં આવતો હોય છે ત્યારે આજની પશ્ચિમી સંસ્કૃતિને લઇ લોકો જન્મદિવસની ઉજવણી કરવા લાગ્યા છે તેમ છતાં કેટલાક લોકો દ્વારા જન્મદિવસની ઉજવણી ભારતીય સંસ્કૃતિની રીતે કરવામાં આવી રહી છે. જેમાં વિહોતર ગ્રુપના અધ્યક્ષ જીવરાજ આલનો  ગુરૂવારના રોજ જન્મદિવસ હતો. ત્યારે તેમણે તેમના જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમના વડિલો સાથે ઊજવવાનું નક્કી કરતા ડીસા ખાતે આવેલા સુદામા વૃદ્ધાશ્રમમાં જઈ વડીલોને ભાવતું ભોજન આપવામાં આવ્યુ હતું અને તેમની સાથે તેમના સંસ્કરણોને વાગોળી જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે વૃદ્ધાશ્રમના સંચાલક સહિત વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠા સભ્યોએ હાજરી આપી વિહોતર ગ્રુપ ગુજરાતા અધ્યક્ષ જીવરાજભાઈ આલના જન્મ દિવસની ઉજવણી કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી.


Download Our B K News Today App



Related News