પાલનપુર-ડીસાના બજારો 4 વાગ્યા પછી બંધ, કોરોનાના વધુ 34 કેસ સાથે આંક 798

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 11:39:46
  • Views : 1153
  • Modified Date : 2020-07-28 11:39:46

   જિલ્લામાં સોમવારે વધુ 34 પોઝિટિવ કેસ સાથે કોરોના આંક 798એ પહોંચી ગયો છે. ધાનેરા 2, ડીસા 1, વાવ 1, દિયોદર 3, લાખાણી 1, ભાભર 5, થરાદ 2, દાંતા 1, પાલનપુર 9, અમીરગઢ 2, વડગામ 5 અને દાંતીવાડામાં 1 દર્દી પોઝિટિવ આવ્યા હતા." બનાસકાંઠામાં કોરોના સંક્રમણ વિસ્તરતુ જઈ રહ્યું છે. એક પછી એક તાલુકાઓ સંક્રમિત થઈ રહ્યા છે.હવે ડીસામાં કેસો સ્ટેબલ બન્યા છે અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને પાલનપુરમાં કેસોની સંખ્યામાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ ડીસા અને પાલનપુર શહેરમાં વધુ 10 ઓગસ્ટ સુધી જાહેરનામુ લંબાવવામાં આવ્યું છે. વેપારીઓમાં જાહેરનામાને લઈ અટકળો ચાલી રહી હતી જેથી મુખ્ય માર્ગો પરની દુકાનોને બંધ કરાવવા માટે 4 વાગે ટ્રાફિક પોલીસની ટીમો કામે લાગી હતી. પાલનપુરમાં સંક્રમણ ન વધે તે માટે સોશિયલ ડિસ્ટન્સનો પાલન કરાવવામાં આવી રહ્યું છે તેમ છતાં લોકોમાં ગંભીરતા ન આવતાં લોકડાઉન લંબાવાયું હોવાનું તંત્રએ જણાવ્યું હતુ. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે "સરકારી લેબમાં જે પરીક્ષણ થાય છે તેના રિપોર્ટ રોજેરોજ જાહેર કરવામાં આવે છે. જ્યારે કન્ટેનમેન્ટ એરીયા કલેકટર કચેરી દ્વારા જાહેર કરાય છે.જિલ્લામાં હવે કુલ સંકર્મીતોની સંખ્યા 798એ પહોંચી ગઇ છે. જે પૈકી કુલ 45ના મોત થયા હોવાની આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી છે.પાલનપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમિત દર્દીઓની વિગતો છુપાવવામાં આવી રહી છે. જોકે આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ પાલનપુર શહેરમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 213 સુધી પહોંચી ગઈ છે. જેમાં નવા વિકસિત વિસ્તારોમાં 142 જ્યારે કોટ વિસ્તારમાં 71 કેસ પોઝિટિવ નોંધાયા હતાં. જુના કોટ વિસ્તાર ગીચ હોવા છતાં અહીં સંક્રમણ અટકી ગયું હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. જોકે નવા હાઇવેના વિસ્તારોમાં સંક્રમણ વધ્યું હોવાનું સામે આવ્યું છે.

Download Our B K News Today App



Related News