વડગામ તાલુકા પંચાયતમાં રૂ.1.30 કરોડની ગ્રાન્ટમાં ગોટાળાને લઈ હોબાળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 12:02:14
  • Views : 579
  • Modified Date : 2020-07-29 12:02:14

  વડગામમાં વિવિધ યોજનાઓ હેઠળ રૂ. 1.30 કરોડની ગ્રાન્ટ વપરાઇ હતી. જેની પૂર્વ મંજૂરી તાલુકા પંચાયતની કારોબારી સમિતિ પાસેથી લેવાની હોવા છતાં લેવામાં આવી ન હોવાથી તેમજ આ ગ્રાન્ટની ફાળવણીમાં ગોટાળા થયા હોવાની શંકાને લઇ મંગળવારે તાલુકા પંચાયતની મળેલી કારોબારી સમિતિની બેઠકમાં આ ગ્રાન્ટોના બિલોની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મુકતા હોબાળો મચ્યો હતો. અને જ્યાં સુધી વિગતવાર માહિતી અને બીલો રજુ ન કરાય ત્યાં સુધી બિલો પેન્ડિંગ કરવા સૂચન અપાઇ છે.તાલુકા પંચાયતમાં મંગળવારે કારોબારી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કારોબારી અધ્યક્ષે વિવિધ યોજનામાં થયેલા કામોની માહિતીના બીલો અને કોની મંજૂરીથી આ કામોની મંજુરી આપી ? અને તાલુકા પંચાયત દ્વારા જે બિલો મંજૂર કરવા માટે મૂકવામાં આવ્યા હતા એ કામોના સૂચનો કોને આપ્યા ? તેની સંપૂર્ણ વિગત રજૂ કરવા કારોબારી સમિતિએ અધિકારીઓને ફરમાન કર્યું હતું. કારોબારી અધ્યક્ષે રૂ.1.30 કરોડની ગ્રાન્ટ કઇ યોજનામાં વપરાઈ અને અધ્યક્ષની મંજુરી વગર કઇ રીતે કામો કરવા માં આવ્યા છે. તે મુદ્દે પણ જવાબદારોનો ઉધડો લીધો હતો.કારોબારી સમિતીની બેઠકમાં જે બિલોને મંજૂરી આપવા માટે મુકાયા હતા એ બાબતે કારોબારી સમિતી અજાણ હોવાથી તેમજ ગ્રાન્ટની ફાળવણીમાં ગોટાળો ના થયો હોય તેની ચકાસણી માટે સંપૂર્ણ વિગત માંગી છે. જે અધિકારીઅો રજૂ કરશે ત્યારબાદ અમારી સમિતિ બીલોની મંજૂરી આપવી કે નહિ તેનો નિર્ણય લેશે.-લક્ષ્મણભાઇ ભટોળ (સદસ્ય કારોબારી સમિતિ)

Download Our B K News Today App



Related News