વડગામ તાલુકાના સેંભર પાસેથી વિકૃત હાલતમાં પુરુષની લાશ મળતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 14:48:20
  • Views : 589
  • Modified Date : 2019-08-24 14:48:20

વડગામ તાલુકાના સેંભર ગોગ માહારાજના મંદિર નજીક આવેલા કોતરોમાંથી કોઇ અજાણ્યા પુરૂષની લાશ ફુગાઇને કોહવાઈ ગયેલી તેમજ ભારે દુર્ગંધ મારતી વિકૃત હાલતમાં મળી આવતાં વડગામ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.વડગામ પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સેંભર ગોગ મહારાજના ભોજનાલયના પાછળના ભાગે આવેલા પર્વતના પાસેના કોતરોમાંથી કોઈ અજાણ્યા પુરૂષની લાશ ઉપરના ભાગેથી અડધી કોઇ જાનવરો દ્વાર ફાડી ખાધેલી તેમજ ફૂગાઇ ગયેલી હોવાથી લાશ ભારે દુર્ગંધ મારતી હોવાની મળી આવતાં પોલીસને પણ ઓળખ માટે અવઢવમાં મુકાયા તેવી સ્થિતિ ઉભી થઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સેંભર નજીક કોઇ પુરુષની લાશ પડી હોવાનું જંગલમાં ઢોર ચરાવવા જતા લોકો દ્વારા રામજીભાઈ શામજીભાઈ ચૌધરીને કરતાં રામજીભાઈ દ્વારા વડગામ પોલીસને જાણ કરાઇ હતી વડગામ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં લાશ કોહવાયેલી તેમજ ઉપરથી કોઇ જાનવરો દ્વારા ખવાયેલી હાલતમાં મળી આવી હતી. આ લાશની નજીક  ઝાડ ઉપર દોરી બાંધેલી જોવા મળી હતી જેથી ફોસો ખાધેલાનું અનુમાન થઈ રહ્યુ છે.લાશને ઉપરથી કોઇ જાનવરો દ્વારા ખાધેલી હાલતમાં તેમજ ભારે દુર્ગંધ મારતી કોહવાયેલી સ્થિતમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા લાશને વડગામ સી.એચ.સી.માં પીએમ માટે લાવવામાં આવી છે.


Download Our B K News Today App



Related News