વડગામના નગાણામાં ૧૫ દિવસ અગાઉ મૃત્યુ થયેલ મહિલાનો મૃતદેહ બહાર કઢાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-08 16:57:10
  • Views : 2032
  • Modified Date : 2020-02-08 16:57:10

વડગામના નગાણામાં ૧૫ દિવસ અગાઉ મૃત્યુ થયેલ મહિલાનો મૃતદેહ બહાર કઢાયો

વડગામ તાલુકાના નગાણામાં ૧૫ દિવસ પહેલા મૃત્યુ પામેલ મહિલાનો મૃત દેહ બહાર કઢવામાં આવ્યો હતો. ત્યારે ૧૫ દિવસ અગાઉ થયેલી ફરિયાદ બાદ આટલા દિવસો પછી મૃતદેહ બહાર કાઢતા પોલીસ પણ શંકાના ઘેરામાં હોય તેવું લોકો જણાવી રહ્યા છે. ત્યારે આ ઘટનાનું કવરેજ કરવા માટે  ગયેલા પત્રકારોના પોલીસે મોબાઇલ છીનવી લીઈ ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કર્યું હતું.વડગામ તાલુકાના નગાણા ગામે રહેતા જયંતિભાઈ દલાભાઈ પરમાર પોતે પોલીસ વિભાગમાં ફરજ બજાવી નિવૃત થયા હતા. ત્યારે ૨૦ જાન્યુઆરીએ તેમની પત્ની સૂઈ ગયા પછી તા. ૨૧ ની સવારે તેમની પત્નીને જગાડવા ગયા હતા પણ તેઓ ઉઠ્‌યા ન હતા. તેમને કુદરતી મોત થયું હોય તેમ માની પી.એમ.કર્યા વગર જ દફનવિધિ કરી નાખી હતી. ત્યારબાદ તેમને શંકા જતા તેમણે વાસ્તવિકતા જાણવા છાપી પોલીસ મથકે  ફરિયાદ નોંધાવી હતી.  ત્યારે પોલીસ ફરિયાદ નોધ્યા બાદ ૧૫ દિવસ બાદ મૃત દેહ નીકાળવા માટે પોલીસ વિભાગે તજવીજ હાથ ધરી હતી. ત્યારે ફરિયાદના ૧૫ દિવસ પછી પોલીસ મૃત દેહની તપાસ માટે આવતા આજુબાજુના ગામના લોકામાં પોલીસ પણ આ કેસમાં કોઈકને છાવરી રહી હોય તેવા તર્ક વિતર્ક ગામ લોકોમાં ઉઠયા છે. જ્યારે આ મૃત દેહ બહાર કાઢવામાં આવી રહ્યો હતો ત્યારે કવરેજ કરવામાં માટે ગયેલા પત્રકારોના પોલીસે મોબાઈલ છીનવી ઉદ્ધત વર્તન કર્યું હતું.


Download Our B K News Today App



Related News