વડાપાઉંના શોખીનો સાવધાન, દુકાનેથી વડાપાંઉ ખરીદતા પહેલા વાંચી લો આ સમાચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 17:22:18
  • Views : 492
  • Modified Date : 2019-09-27 17:22:18

જો તમે બહારનું ખાવાના શોખીન છો તો તમને આ સમાચાર પરેશાન કરી શકે છે. જી હાં, સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના રૂસ્તમપુરા વિસ્તારમાં આવેલ એક દુકાન વૈશાલી વડાપાઉંથી ખરીદેલા એક વડાપાઉંમાંથી જીવાત નીકળી હોવાનો એક સનસનીખેજ વીડિયો વાયરલ થયો છે.આજના સમયમાં મોટાભાગે એવું જોવા મળે છે કે ગ્રાહકોને રૂપિયા ખર્ચવા છતા પણ ક્વોલિટી ફૂડ મળતું નથી. ઘણી વખત તમે એવું સાંભળ્યું હશે કે ગ્રાહકે ખરીદેલા અથવા ઓર્ડર કરેલા ખાદ્યસામગ્રીમાં કોઈ જીવાત નીકળ્યું હોય. ત્યારે હવે એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે જે સુરતના રૂસ્તમપુરામાં આવેલ વૈશાલી વડાપાઉં દુકાનનો છે. આ વીડિયો વાયરલ થતા જ સુરત મનપાના સેન્ટ્રલ ઝોન અને ફૂડ વિભાગના અધિકારીઓ તપાસ માટે ત્યાં પહોંચ્યા હતા. ચેકીંગ દરમ્યાન દુકાનમાં મૂકેલી ખાદ્યસામગ્રી અયોગ્ય સ્થિતિમાં મળી આવી હતી. જોકે હવે તમામ જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.તપાસ દરમિયાન સુરતના દુકાન માલિકે પોતાનો બચાવ કર્યો હતો અને ગ્રાહક ઘરે પાર્સલ લઈ ગયો હતો અને પછી આવીને તેણે વડામાં જીવાત નીકળી હોવાની ફરિયાદ કરી હતી એમ કહ્યું હતું. સુરત મહાનગર પાલિકાની આરોગ વિભાગની ટીમ દુકાન પર દરોડા પાડ્યા હતા અને પાવ,ચીઝ,બટર, તેલ,મૈડો સહીતના સેમ્પલ લીધા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં રેસ્ટોરન્ટ્સની મોટી બ્રાન્ડ્સમાં ફૂડ સેફ્ટીને લઈને અનેક સવાલો ઉભા થયા છે.


Download Our B K News Today App



Related News