રણવીર સિંહને સૂટ-બૂટમાં જોઈને યુઝર્સે કર્યા ટ્રોલ, કહ્યું 'ક્યા છે સલવાર-કમીઝ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-11 12:45:42
  • Views : 200
  • Modified Date : 2022-04-11 12:45:42

રણવીર સિંહનો એક વીડિયો સો.મીડિયામાં થયો વાયરલ

રણવીર સિંહ બ્લૂ કલરનો સૂટ પહેરીને કારમાંથી નિકળે છે બહાર

અભિનેતા પાપારાજીની સામે પોઝ આપીને ફોટો ક્લિક કરાવે છે

 

રણવીર સિંહનો ડેશિંગ લુક વાયરલ 

હવે રણવીરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે સૂટ પહેરીને ખૂબ હેન્ડસમ લાગી રહ્યાં છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રણવીર સિંહનો વીડિયો શેર કર્યો છે, જે ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે રણવીર સિંહ બ્લૂ કલરનો સૂટ પહેરીને કારમાંથી બહાર નિકળે છે અને પાપારાજીની સામે પોઝ આપીને ફોટો ક્લિક કરાવે છે. 

 

યુઝર્સે કર્યા ટ્રોલ 

રણવીર સિંહનો આ ડેશિંગ લુક જોઈને યુઝર્સ ચોંકી ગયા અને પછી તેને ટ્રોલ કરવા લાગ્યા. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, ફર્સ્ટ ટાઈમ કઈક સારું પહેર્યુ છે. બીજાએ કોમેન્ટ કરી, દીપિકાએ તેમને પોતાના કપડા આપ્યાં નહીં. તો અન્ય યુઝર્સે લખ્યું, શું આ બરોબર છે, ક્યા છે સલવાર-કમીઝ? અન્ય એક યુઝર્સે કોમેન્ટ કરી, આજે લાગી રહ્યું છે કે આ પૃથ્વીના માણસ છે. જો કામની વાત કરીએ તો અત્યારે રણવીર સિંહ તેની નવી ફિલ્મ જયેશભાઈ જોરદારને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણવીરની સાથે શાલિની પાંડે અને બોમન ઈરાની જેવી સેલિબ્રિટીઓ જોવા મળશે.

 

 

 

Download Our B K News Today App



Related News