ગુજરાત યુનિ.માં 20 વર્ષથી બંધ પડેલા UPSC ટ્રેનિંગ સેન્ટરને નવજીવન મળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-20 16:01:50
  • Views : 341
  • Modified Date : 2020-09-20 16:01:50

         ગુજરાત યુનિ. કેમ્પસ વિદ્યાર્થીઓને યુપીએસસીની પણ તૈયારીઓ કરાવશે. જે માટે એડી શોધન યુપીએસસી ટ્રેનિંગ સેન્ટરનું ઉદઘાટન શનિવારે કરાયું છે. આ પહેલા પણ આ ક્લાસિસ ચાલતા હતા. જે હવેથી યુનિવર્સિટી અને જીઓના ઉપક્રમે શરૂ કરાયા છે. ઓનલાઈન યોજાએલા આ ઉદઘાટન પ્રસંગે સીએમ વિજય રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષામંત્રી વિભાવરી દેવી, કુલપતિ હિમાંશુ પંડ્યા હાજર રહ્યા હતા. જેમણે મંતવ્યો રજૂ કર્યા હતા. વીસી હિમાંશુ પંડ્યાએ કહ્યું કે, કોરોનાના કારણે અત્યારે વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવશે. બહારના વિદ્યાર્થીઓ માટે અહીં રહેવાની વ્યવસ્થા થશે.20 વર્ષ પહેલા આ સેન્ટર ચાલતું હતું પરંતુ તેની સામે સ્પીપા ટ્રેનિંગ સેન્ટર શરૂ થતા અહીં વિદ્યાર્થીઓની રૂચી ઓછી થઈ હતી. કેમ કે ત્યાં નેશનલ લેવલના રીસોર્સીસ ભણાવવા માટે આવતા હતા, ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રાન્ટને લઈને પણ ઈસ્યૂ થતા સંજોગોવસાત આ ટ્રેનિંગ સેન્ટર બંધ થયું હતું. હવે નેશનલ લેવલના એક્સપર્ટ અહીં વિદ્યાર્થીઓને ભણાવશે.નેશનલ લેવલના એક્સપર્ટ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીનો સ્ટાફ પણ વિદ્યાર્થીઓને યુપીએસસીની ટ્રેનિંગ આપી વિવિધ વિષયો પર ભણાવશે. વિદ્યાર્થીઓ અહીંની લાયબ્રેરી, લેબોરેટરી, ઈ-જર્નલ વગેરે જેવા રિસોર્સીસનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત 24 કલાક ભણી શકે તે પ્રકારની સુવિધા પણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે.સ્ટુડન્ટસના એક્ઝામ, ઈન્ટરવ્યૂ વગેરેને આધારે 200 વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવ્યું છે. એક વર્ષ માટે વિદ્યાર્થીઓની આટલી જ બેચ રાખવામાં આવનાર છે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય શહેરોના વિદ્યાર્થીઓ પણ અહીં આવી યુપીએસસીના વિવિધ વિષયો ભણી તેની તૈયારીઓ કરી શકશે.આ ઉપરાંત અન્ય 5 ઉદઘાટનો પણ થયા હતા. જેમાં ડૉ. એપી.જે. અબ્દુલ કલામ સેન્ટર ફોર એક્સટેન્શન, રિસર્ચ એન્ડ ઈનોવેશન, ગુજરાત યુનિ. રીસર્ચ પાર્ક, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડી એન્ડ રીસર્ચ, સેન્ટર ફોર કમ્યુનિકેશન સ્ટડિઝ ઉપરાંત આજે કોમર્સ, લૉ, જિયોગ્રાફી, જર્નાલિઝન તથા કેમેસ્ટ્રીના નવા ભવનોનું પણ ઉદઘાટન કરાયું હતું.

Download Our B K News Today App



Related News