ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક, સપાટી 336.14 ફુટ, 10 દરવાજા ખોલાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 16:55:29
  • Views : 520
  • Modified Date : 2019-08-26 16:55:29

ઉકાઈ ડેમના ઉપવાસમાં ભારે વરસાદના પગલે પાણીની આવકમાં વધારો થયો છે. હાલ 1.11 લાખ ક્યુસેટ પાણીની આવક થઈ રહી છે. અને ઉકાઈ ડેમની સપાટી 336.14 ફુટ નોંધાઈ છે. પાણીની આવકની સામે તેટલું જ પાણી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીદક્ષિણ ગુજરાત સાથે ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર સક્રિય થયું છે. સાથે ઉત્તર ઓરિસ્સામાં હવાના હળવા દબાણથી આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત સાથે મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.ઉકાઇમાં 1.11 લાખ ક્યુસેક પાણીની આવકઉપરવાસમાં વરસાદ અને હથનુર ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાતા ઉકાઇ ડેમમાં ફરી પાણીની આવકમાં વધારો થયો છે. હાલ 1.11 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી 1.11 લાખ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.10 દરવાજા 5 ફુટ ખોલાયાહથનુર ડેમમાંથી પાણી છોડાતા અને ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટી 336.14 ફુટ પર પહોંચી છે. રૂલ લેવલ 335 ફુટની સપાટી વટાવ્યા બાદ ઉકાઈ ડેમમાંથી પાણીની આવક અને જાવક સરખી રાખવામાં આવી રહી છે. હાલ 10 દરવાજા 5 ફુટ ખેલી 1.11 લાખ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

Download Our B K News Today App



Related News