યુપીએની સરકાર બને છે : હાર્દિક પટેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 11:51:03
  • Views : 467
  • Modified Date : 2019-05-21 11:51:03

દેશમાં ચાલી રહેલા એક્ઝીટ પોલમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહ્યા છે. ત્યારે હાર્દિક પટેલ દ્વારા એક્ઝીટ પોલના આંકડાઓને લઇને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતમાં 8થી 10 સીટોમાં કોંગ્રેસ જીત મેળવી રહી છે. હાર્દિકે કહ્યું કે મારા એક્ઝિટ પોલ મુજબ યુપીએની સરકાર બની રહી છે. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે, 30 વર્ષમાં 2014 સિવાય તમામ એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા હતા. સાત ચરણની ચૂંટણી પૂર્ણ થઇ ગયા બાદ સર્વે સામે આવતા હાર્દિક પટેલે કહ્યું કે દેશમાં યુપીએની સરકાર બનશે. અત્યારે સામે આવેલા તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે.

Download Our B K News Today App



Related News