ડીસામાં નવી કોલેજ માટેની માગણીને લઈ યુનિ.ની ટીમ ડીસાની મુલાકાતે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 10:53:45
  • Views : 485
  • Modified Date : 2020-07-24 10:53:45

 ડીસા નગરપાલિકા સંચાલિત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં સેલ્ફ ફાયનાન્સ સાયન્સ કોલેજની માંગ કરી હતી. આથી ગુરૂવારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય સહિતની ટીમે ડીસાની મુલાકાત જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.ઉત્તર ગુજરાતના વેપારી મથક ડીસા શહેર સહિત સમગ્ર તાલુકામાં એક પણ સાયન્સ કોલેજ આવેલી નથી. જેને લઇ ડીસા નગરપાલિકા અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા ડીસાને સાયન્સ કોલેજ મળી રહે તે માટે સરકારમાં રજૂઆત કરી હતી તેમજ ડીસા નગરપાલિકા સંચાલીત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં જ સાયન્સ કોલેજ બનાવવા માટે દરખાસ્ત કરી હતી. આથી ગુરૂવારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય હરેશભાઈ ચૌધરી સહિતની ટીમે સાયન્સ કોલેજની ટીમોને લઇ ડીસા નગરપાલિકા સંચાલિત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા.

Download Our B K News Today App



Related News