દાંતીવાડા કૃષિ.યુનિવર્સિટીના 31 Ph.D છાત્રોએ સ્કોલરશીપ મેળવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-03 11:21:51
  • Views : 437
  • Modified Date : 2020-07-03 11:21:51

 ગુજરાતમાં વિવધ મહાવિદ્યાલયોમાં પી.એચ.ડી.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની યોજના છે. જેમાં પી.એચ.ડી અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને સ્કોલરશીપના 15 હજાર બે વર્ષ માટે તેમજ અન્ય આનુષંગિક ખર્ચ પેટે 20 હજાર સીધા ખાતામાં જમા કરવાના હોય છે.ત્યારે આવા 31 વિદ્યાર્થીઓ દાંતીવાડા સ.કૃષિ.યુનિવર્સિટીમાંથી પસંદગી થઈ છે.  આ અંગેની વિગતો આપતા  યુનિવર્સિટીના કુલપતિ ડો. આર.કે પટેલ એ જણાવ્યું હતું કે "કોવિડ-19ની મહામારીમાં પણ યુનિવર્સિટીમાં ઉચ્ચ ગુણવત્તા યુક્ત સંશોધનો થાય તે હેતુથી શોધ યોજના હેઠળ દાંતીવાડા સરદાર કૃષિ.યુનિવર્સિટીના પી.એચ.ડી કરતા હોય તેવા વિદ્યાર્થીઓની ઓનલાઈન  અરજી મંગાવામાં આવી હતી, જેમાં યુનિવર્સિટીએ પી.એચ.ડી કરતા 32 વિદ્યાર્થીઓની અરજી કરી હતી,તેમાંથી 31 વિધાર્થીઓ તેમજ વિદ્યાર્થનીઓ આ યોજના માટે હકદાર થયા હતા. દાંતીવાડા સરદાર કૃષિ.નિવર્સિટીના પસંદગી પામેલા 31 વિધાર્થીઓના બેન્ક ખાતામાં આ સ્કોલરશીપ અને આનુષંગિક ખર્ચ પેટેની રકમ જમા થઈ હતી. "

Download Our B K News Today App



Related News