કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે લોકસભામાં પોતાનું સંબોધન આપતા જણાવ્યું હતું કે 2024 ના અંત પહેલાં ભારતના રસ્તાઓ અમેરિકા જેવા થઈ જશે જે અંગે ડીસાના સ્થાનિક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-24 11:46:13
  • Views : 247
  • Modified Date : 2022-03-24 11:46:13

કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે યોજાયેલી લોકસભામાં પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમૃદ્ધ અને શક્તિશાળી ભારતના સંકલ્પના આધારે 2024 ના અંત પહેલાં ભારતના રસ્તાઓ અમેરિકા જેવા થઈ જશે અંગે ડીસા તાલુકાના સ્થાનિક મુકેશભાઈ પરમારે જણાવ્યું હતું કે જે પ્રમાણે દેશમાં ટેકનોલોજી ક્ષેત્રે વધારો થઈ રહ્યો છે તેને લઈ હાલ દેશ પ્રગતિના પંથે જઈ રહી છે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં દેશમાં અનેક વિકાસના કાર્યો થઇ રહ્યા છે સૌથી વધુ હાલમાં ભાજપ સરકાર દ્વારા શહેરને સમૃદ્ધ બનાવવા માટે સારા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને હાઇવે પરના તમામ રસ્તા પર ઓવર બ્રિજ બનાવી દેવામાં આવ્યા છે જેના કારણે વર્ષોથી વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળે છે સાથોસાથ જે પ્રમાણે સમગ્ર દેશભરમાં વિકાસની ગતિએ વધી રહેલા રસ્તાઓના કામોને લઈ નેશનલ હાઈવે પર અમેરિકાના રસ્તાઓ બની રહ્યા છે પરંતુ આજે પણ શહેરી વિસ્તારને છોડી ગ્રામીણ વિસ્તારોમાં રસ્તા બાબતે ખેડૂતો અને સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે શહેરી વિસ્તારમાં તો વસ્તી વધારાના કારણે સારા રસ્તાઓ બની રહ્યા છે પરંતુ આજે પણ ડીસા તાલુકામાં એવા અનેક ગામો છે કે જ્યાં લોકોને રસ્તા વગર ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે જો ભારત દેશ ના રસ્તાઓ અમેરિકા જેવા બનાવાશે તો ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ પણ સુંદર બનાવવા પડશે

Download Our B K News Today App



Related News