કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ તેમનું પુસ્તક જનઔષધી કે અગ્રદૂત મહામહિમ રાષ્ટ્રપતિને અર્પણ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-15 15:03:34
  • Views : 106
  • Modified Date : 2024-03-15 15:03:34

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 'જન ઔષધિ પ્રોજેક્ટ'એ કરોડો લોકોને નવજીવન આપ્યું છે.ગુરુવારે તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 'જનઔષધિ કે અગ્રદૂત' નામનું પુસ્તક અર્પણ કર્યું. ડૉ.મનસુખ માંડવિયાએ આ વિશે ટ્વિટ કરી આ માહિતી શેર કરી હતી.નોંધનીય છે કે જન ઔષધિ પરિયોજનાની સિદ્ધિઓ તદ્દન સંતોષકારક છે. આ યોજનાએ સારવારના ખર્ચને લઈને દેશના કરોડો લોકોની ચિંતા તો દૂર કરી છે, પરંતુ તેમનું જીવન પણ સરળ બનાવ્યું છે.આ યોજનાએ ભારતના સામાન્ય લોકોના જીવન પર સીધી હકારાત્મક અસર કરી છે.દેશના 12 લાખથી વધુ રહેવાસીઓ દરરોજ જન ઔષધિ કેન્દ્રોમાંથી દવાઓ ખરીદી રહ્યા છે. અહીં ઉપલબ્ધ દવાઓ બજાર કિંમત કરતા 50 થી 90 ટકા સસ્તી છે.

Download Our B K News Today App



Related News