પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના પૂર્વ ઇન્ચાર્જ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-29 16:39:17
  • Views : 498
  • Modified Date : 2020-02-29 16:39:17

પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના પૂર્વ ઇન્ચાર્જ ડો.અનિલ નાયક સામે 10 લાખની ઉચાપતના આક્ષેપ સાથે ગેરકાયદેસર રીતે તેમણે માસિક 2.50 લાખ 10 માસ સુધી પગાર મેળવી ઉચાપત કરી કુલપતિ સામે ઉચાપતના આક્ષેપ થયા હતા.

 પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ ડો.અનિલ નાયક સામે ગેરકાયદેસર રીતે 10 માસ સુધી વધુ પગાર મેળવી રૂ. 10 લાખની ઉચાપત કરી હોવાની આક્ષેપાત્મક અરજી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીને મળતા એસપીએ બી ડિવિઝન પોલીસને તપાસના આદેશો આપતા પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે.જેમાં પૂર્વ કુલપતિ સામે રૂ.10 લાખની ઉચાપતના આક્ષેપોની પ્રાથમિક તપાસ પોલીસે શરૂ કરતા તપાસનો રેલો યુનિમાં આવવાના ભયથી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.ત્યારે ધારપુર મેડિકલ કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો.અનિલ નાયક હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઇનચાર્જ કુલપતિ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે તેમણે મળવાપાત્ર પગાર કરતા ગેરકાયદેસર રીતે વધુ પગાર મેળવી રૂ.10 લાખની ઉચાપત કરી હોવાની સંતોકબેન ઇશ્વરભાઇ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન દશરથભાઈ ઇશ્વરભાઇ પટેલે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં રજૂઆત કરી છે. જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે તેમને ધારપુર મેડિકલ કોલેજના પ્રાધ્યાપક તરીકે રૂ.40,000 પગાર મળવાપાત્ર થાય છે.તેમને કુલપતિ તરીકે ચાર્જ મળતા તેમને નિયમ પ્રમાણે કુલપતિના ચાર્જનું 10 ટકા ભથ્થું મળવાપાત્ર થાય છે. તેના બદલે તેમણે કુલપતિનો માસિક રૂ 2.50 લાખ પગાર 10 માસ સુધી લઇ  ઉચાપત કર્યાની આક્ષેપાત્મક અરજી એસપીને મળતા બી-ડિવીઝન પી.આઇ ચિરાગ ગોસાઈને તપાસ સોંપતા તેમણે પ્રાથમિક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Download Our B K News Today App



Related News