ભીલડીમાં મદદ કરવાને બહાને ATM બદલી રૂ.58 હજાર ખાતામાંથી ઉપાડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 13:41:24
  • Views : 577
  • Modified Date : 2020-08-08 13:41:24

     ભીલડી શાંતિનગરમાં રહેતા રીટાયર્ડ રેલ્વે કર્મચારી રાયચંદજી સોમાજીની પત્ની કંચનબેન રાયચંદજી ભીલડી એસ.બી.આઇ. એટીએમ ખાતે પોતાના પતિના પેન્શનના ખાતામાંથી પૈસા ઉપાડવા ગયા હતા. ત્યારે કંચનબેનને એટીએમમાંથી પૈસા ઉપાડતા ફાવતું ન હતું. જેથી એટીએમમાં એક શખ્સ ઉભો હતો તેને કહ્યું કે લાવો હું તમારી મદદ કરું કહીને આ ગઠિયાએ એટીએમ કાર્ડ બદલાવીને બાદમાં રૂ. 10,000 પાંચ વખત ઉપાડયા હતા અને ત્યારબાદ 8000 ઉપાડયા હતા. આમ કુલ રૂ.58,000 રૂપિયા ખાતામાંથી એટીએમ દ્વારા ઉપાડી શખ્સ ફરાર થઇ ગયો હતો. આ અંગેની જાણ થતાં રાયચંદભાઇએ ભીલડી પોલીસ સટેશનમાં જાણવા જોગ અરજી આપી હતી.

Download Our B K News Today App



Related News